Home અન્ય જાણો કોણ છે અતીક-અશરફના હત્યારા સની, લવલેશ અને અરૂણ?..

જાણો કોણ છે અતીક-અશરફના હત્યારા સની, લવલેશ અને અરૂણ?..

108
0

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની હત્યા બાદ યુપી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. યોગી સરકારે આ હત્યાકાંડની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે અને એ વાત સામે આવી છે કે, અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણ આરોપી પ્રયાગરાજની બહારના છે. અતીક અને અશરફ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન જ આ આરોપીઓએ તેમની લાઇવ હત્યા કરી નાંખી હતી. જેના કારણે અતીક અને અશરફની લાઇવ હત્યાના વીડિયો રાતે જ વાયરલ થઇ ગયા હતા. નોંધનીય છે કે, અતીક અને અશરફ પર ગોળીબાર કરનારા ત્રણેય આરોપીઓ જૂનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓ સામે અગાઉ ક્યાં અને કેવા કેસ નોંધાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યુ હતુ કે, તેઓ મોટા માફિયા બનવા માંગતા હતા. તેથી તેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, આરોપીએ એવું જણાવ્યુ હતુ કે, ‘નાના શૂટર્સ ક્યાં સુધી રહીશું, તેઓ મોટા માફિયા બનવા માંગે છે. તેથી આ બે હત્યાને અંજામ આપ્યો હતો.’ જાેકે, પોલીસને હજુ સુધી તેમના નિવેદનો પર સંપૂર્ણ વિશ્વાસ નથી, કારણ કે ત્રણેયના નિવેદનોમાં વિરોધાભાસ છે અને આ અંગેની સઘન તપાસ ચાલી રહી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, અતીક અને અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે. જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે અને ત્રીજાે આરોપી સની કાસગંજ જિલ્લાનો છે. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતપોતાનું સરનામું આપ્યું છે અને ત્યાર બાદ પોલીસ તેમના નિવેદનોની તપાસ કરી રહી છે. તપાસમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે, ત્રણેય આરોપીઓ અતીક અને અશરફની હત્યા કરવાના ઈરાદે પ્રયાગરાજ આવ્યા હતા. અતીક અને અશરફની હત્યામાં પરિવાર તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અશરફની પત્ની ઝૈનબ ફાતિમા તરફથી હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે. ઝૈનબ ફાતિમા પોલીસ કસ્ટડીમાં પતિ અશરફ અને શાળા અતીક અહેમદની હત્યાનો કેસ નોંધાવી શકે છે. ઈન્સ્પેક્ટર ધૂમલગંજ રાજેશ મૌર્યની ટીમ અતીક અહેમદને લઈને આવી હતી. તે અતિક અને અશરફને લાવનાર સૌથી વરિષ્ઠ અધિકારી હતા. હુમલાખોરો દ્વારા અતીક અહેમદ અને અશરફને મારવા માટે ઉપયોગમાં લેવાયેલી બાઇક ેંॅ ૭૦સ્૭૩૩૭ વાહન એપ પર સરદાર અબ્દુલ મન્નાન ખાનના નામે રજીસ્ટર થયેલી છે. આ નંબર હીરો હોન્ડાની જૂની ઝ્રઙ્ઘ ૧૦૦જજ બાઇક પર નોંધાયેલ છે, જે ૩ જુલાઇ, ૧૯૯૮ના રોજ રોકડમાં ખરીદવામાં આવી હતી. જાેકે, આ અંગેની વધુ તપાસ ચાલી રહી છે. આ બાઇક ક્યાંથી આવ્યું અને કોનું છે તે અંગે પણ સઘન તપાસ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here