વેબસિરિઝ એ આજકાલ ફિલ્મો કરતા પણ વધારે હીટ ફોર્મેટ છે. એમાંય જ્યારે વેબસિરિઝનું નામ આવે ત્યારે સૌથી વધારે જાે કોઈ હીટ વેબસિરિઝ હોય તો એમાં મિરઝાપુરનું નામ જરૂર આવે છે. કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને યુપીના ગેંગસ્ટરની કહાની જાેવા જેવી છે. હાલ અતીક અહેમદની હત્યા બાદ સોશિયલ મીડિયા પર આ વેબસિરિઝ ખુબ વાયરલ થઈ રહી છે. શું આ ડબલ મર્ડર અને મિરઝાપુર વેબસિરિઝ વચ્ચે કોઈ કનેકશન છે? ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરાફ અહેમદની ગઈ કાલે ગોળી મારીને સરેઆમ હત્યા કરી દેવામાં આવી. પોલીસ જાપ્તામાં આરોપીઓ મીડિયા ચેનલને ઈન્ટરવ્યૂ આપી રહ્યાં હતા એજ આ ઘટના બની હતી. અચાનક હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. એક બાદ એક ગોળીઓ અતીક અને અશરફના શરીરમાં ધરબી દેવામાં આવી. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે રાત્રે પ્રયાગરાજ ખાતેની જાણીતી કોલેજ બહાર આ ઘટના બની. જેમાં બન્ને ભાઈઓને બંનેને ગોળી વાગી હતી, જે બાદ બંનેનું મોત થયું હતું. આ ઘટના પ્રયાગરાજમાં બની હતી. હવે અતીક અહેમદની હત્યાનો મામલો દરેક જગ્યાએ ચર્ચામાં છે, તેની સાથે જ વેબ સિરીઝ મિર્ઝાપુર પણ ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહી છે. લોકો ટિ્વટર પર મિર્ઝાપુરને અતિક અહેમદ સાથે જાેડીને ટિ્વટ કરી રહ્યા છે. વાસ્તવમાં, મિર્ઝાપુર પ્રાઇમ વિડિયોની ખૂબ જ લોકપ્રિય ક્રાઇમ થ્રિલર શ્રેણી છે, જે લોકોમાં એક અલગ જ ફેન ફોલોઇંગ ધરાવે છે. ત્યારે જાેઈએ આ આ ઘટનાને સાંકળીને લોકો સોશિયલ મીડિયા પર શું કહી રહ્યાં છે. એક ટિ્વટર યુઝરે લખ્યું, ‘મિર્ઝાપુરની ત્રીજી સિઝનમાં ઘણો સમય લાગી રહ્યો છે, તેથી પહેલા થોડું ટીઝર બતાવવામાં આવ્યું.’ મિર્ઝાપુરની સાથે લોકો ગુડ્ડુ ભૈયાના નામથી પણ ટ્વીટ કરી રહ્યા છે. અન્ય એક ટિ્વટર યુઝરે ટિ્વટ કર્યું, “મિર્ઝાપુર વાસ્તવિક યુપીની તુલનામાં કંઈ નથી.” લોકોની આવી અનેક ટિ્વટ જાેવા મળી રહી છે. જાે કે મિર્ઝાપુરની પહેલી અને બીજી બંને સિઝન ખૂબ પસંદ કરવામાં આવી હતી. લોકો લાંબા સમયથી તેની ત્રીજી સીઝનની રાહ જાેઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ સિઝનનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. જાે કે, આ રિલીઝ કેટલો સમય પછી થશે તે હજુ બહાર આવ્યું નથી. જાેકે રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દર્શકોને આ વર્ષે જ મિર્ઝાપુર ૩ ની ગિફ્ટ મળી શકે છે.






