Home અન્ય થાઈલેન્ડનો એક કિસ્સો ચર્ચામાં આવ્યો,  થાઈલેન્ડના મસાજ પાર્લરમાં પત્નીએ તેના પતિને રંગે...

થાઈલેન્ડનો એક કિસ્સો ચર્ચામાં આવ્યો,  થાઈલેન્ડના મસાજ પાર્લરમાં પત્નીએ તેના પતિને રંગે હાથે પકડ્યો, બંને વચ્ચે થયો ઝઘડો

124
0

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પતિ-પત્ની વચ્ચેના ઝઘડાની ચર્ચા ચાલી રહી હતી, આ દરમિયાન થાઈલેન્ડનો એક કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. જેમાં મસાજ પાર્લરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ બધું ત્યારે થયું જ્યારે પત્નીએ તેના પતિને રંગે હાથે પકડ્યો અને પછી તેણે બીજી મહિલાને પણ માર માર્યો. બંને વચ્ચે જાેરદાર લાતો અને મુક્કાબાજી થઈ હતી અને વચ્ચે પોલીસને આગળ આવવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, મામલો થાઈલેન્ડનો છે અને થોડો જૂનો છે પરંતુ તાજેતરમાં જ ચર્ચામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ બધું ત્યારે થયું જ્યારે પતિ છાનામાના અન્ય મહિલાને મળવા મસાજ પાર્લરમાં પહોંચ્યો હતો. તે મસાજ કરતી યુવતી સાથે પતિનું અફેર ચાલતું હતું. તે દિવસે જ્યારે તે ઘરની બહાર આવ્યો ત્યારે પત્નીને શંકા ગઈ. જ્યારે મહિલા તેના પતિની પાછળ ગઈ ત્યારે તેણે જાેયું કે તે મસાજ પાર્લરમાં ગયો હતો. પત્ની પણ પતિની પાછળ મસાજ પાર્લરમાં પ્રવેશી હતી. પતિ મસાજ પાર્લરમાં પહોંચ્યો તેની દસ મિનિટમાં મહિલા પણ ત્યાં પહોંચી ગઈ અને પતિને અન્ય મહિલા સાથે રંગે હાથે પકડી લીધો. અહીં તેણે જાેયું કે એક મહિલા કપડા વગર ફક્ત રૂમાલમાં લપેટીને બેઠી હતી અને તેનો પતિ પણ ત્યાં હાજર હતો. આ પછી પત્ની ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેને જાેતાં જ તેનો પતિ સાંકડી ગલીમાંથી બહાર આવ્યો. પતિ જતાની સાથે જ પત્નીએ બીજી મહિલા પર હુમલો કર્યો. પત્નીએ તેનો ટુવાલ ખેંચ્યો અને તેને થપ્પડ મારવા લાગી. મહિલા લગભગ પાંચ મિનિટ સુધી તેને થપ્પડ મારતી રહી. ઘટના બાદ પોલીસ પણ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ કેસ બાદ પતિ પણ ઘણા દિવસો સુધી ગાયબ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here