Home રમત-ગમત રવિન્દ્ર જાડેજાએ ધમાલ મચાવી…૧ બૉલમાં લીધી ૨ વિકેટ!….અમ્પાયર પણ જાેતા રહી ગયાં..

રવિન્દ્ર જાડેજાએ ધમાલ મચાવી…૧ બૉલમાં લીધી ૨ વિકેટ!….અમ્પાયર પણ જાેતા રહી ગયાં..

93
0

પંજાબ વિરુદ્ધ ભલે ચેન્નઈ પોતાના ઘરઆંગણે હારી ગઈ, પણ રવિન્દ્ર જાડેજાએ ફરી એક વાર દિલ જીતી લીધું છે. ગત સીઝનમાં સીએસકેની કપ્તાની કરી ચુકેલા જાડેજા આ વખતે ખેલાડી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. શાનદાર ઓલરાઉંડર જાડેજા બોલથી કેટલો ખતરનાક છે, એ વાત કોઈનાથી છુપાયેલી નથી. તેણે ઘણી વાર એવા કારનામા કર્યા છે, જે કોઈ સામાન્ય માણસ ન કરી શકે. તેથી જ તો ધાની પણ તેને સર જાડેજાની ઉપાધિ આપે છે. હવે જાડેજાએ એક બોલ પર બે-બે વિકેટ લીધી છે. અમ્પાયર પણ રિએક્ટ કરવાથી પોતાની જાતને રોકી શકતા નથી. પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ ૨૦૦ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. ટાર્ગેટનો પીછો કરતા ધવન અને પ્રભસિમરને ૨૬ બોલમાં ૫૦ રનની ભાગીદારી કરીને પંજાબની ઝડપથી શરુઆત કરાવી. દેશપાંડે પાંચમી ઓવરમાં ચોગ્ગો અપાવ્યા બાદ ધવનને કેચ આઉટ કરાવ્યો. પાવરપ્લેમાં ટીમનો સ્કોર એક વિકેટ પર ૬૨ રન હતો. પ્રભસિમરને આઠ આવરમાં મોઈન અલી વિરુદ્ધ પોતાનો બીજાે છગ્ગો લગાવ્યો, પણ બીજી જ ઓવરમાં રવિન્દ્ર જાડેજાની જાળમાં સફાઈ ગયો અને મહેન્દ્ર સિંહ ધોનીએ સ્ટંપ કરવામાં કોઈ ભૂલ ન કરી. અથર્વ તાયડે (૧૭ બોલમાં ૧૩ રન) ૧૧મી ઓવરમાં બોલ જાડેજાના હાથમાં જ માર્યો. આ જ બોલ પર લિયામ લિવિંગસ્ટોન પણ આઉટ થઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here