Home રમત-ગમત મહેન્દ્ર સિંહ ધોનીએ તમામ સવાલોનો લગાવ્યો અંત… આ ૧ સ્ટ્રોકમાં થઈ ગયું...

મહેન્દ્ર સિંહ ધોનીએ તમામ સવાલોનો લગાવ્યો અંત… આ ૧ સ્ટ્રોકમાં થઈ ગયું બધું સ્પષ્ટ!..

145
0

ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી ઘણી સીઝનથી દરેકના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે, તેઓ તેમના ફેવરિટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને છેલ્લી વખત રમતા નથી જાેઈ રહ્યા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ, કેપ્ટન કૂલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ત્યારથી, દરેક વખતે લોકો એક જ પ્રશ્ન પૂછે છે કે, શું તમે આગામી સિઝનમાં રમશો કે, નહીં. બુધવારે ૩જી મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્‌સ સામેની મેચ પહેલા ફરી એકવાર આ જ પ્રશ્ન સામે આવ્યો. ૈંઁન્ની નવી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના આગમન પહેલા જ તેની નિવૃત્તિની ચર્ચાઓ સામે આવી હતી. આ વાતને લઈને ભારે હોબાળો મચ્યો હતો કે, આ ૈંઁન્ રમ્યા બાદ ચેન્નાઈનો કેપ્ટન દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે. પ્રેસ કોન્ફરન્સ સુધી ચેન્નાઈના ઘણા સિનિયર ખેલાડીઓ અને તેમની સાથે રમતા જુનિયર ખેલાડીઓને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીત્યો અને લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે કોમેન્ટ્રી પેનલના સભ્ય ડેની મોરિસન સાથે વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેની નિવૃત્તિ અંગે પણ એક પ્રશ્ન ઊભો થયો. મોરિસને ધોનીને સીધો સવાલ કર્યો કે, તારી આટલી શાનદાર કારકિર્દી રહી છે, આ વખતે તું છેલ્લી સિઝન રમી રહ્યો છે, તો ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં કેટલો આનંદ લઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here