Home દેશ ઉત્તરપ્રદેશના જાલૌનમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ઉત્તરપ્રદેશના જાલૌનમાં બસ અજાણ્યા વાહન સાથે અથડાતા...

ઉત્તરપ્રદેશના જાલૌનમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ઉત્તરપ્રદેશના જાલૌનમાં બસ અજાણ્યા વાહન સાથે અથડાતા ખીણમાં પડી, ૫ લોકોના મોત થયા

82
0

ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના માધવગઢ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે જાનૈયાઓને લઈ જતી એક બસ કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાતા રોડ કિનારે આવેલા ખાડામાં જઈને પડી હતી. જેમાં પાંચ લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે આ દુર્ઘટનામાં અન્ય ૧૭ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા છે. પોલીસ અધિક્ષક ઈરજ રાજાએ જણાવ્યું કે, શનિવારે ૬ મેના રોજ રેડર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર મંડેલા ગામમાંથી એક જાન રામપુરાના દુતાવલી આવી હતી. તેમણે જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ ૩ કલાકે જાન લઈને જતી બસ પાછી મંડેલા આવી રહી હતી. બસ માધવગઢના ગામ ગોપાલપુરા નજીક પહોંચી હતી, ત્યારે કોઈ અજાણ્યા વાહનથી તેને ટક્કર મારી દીધી, જેનાથી તે એક ઊંડા ખાડામાં જઈને પડી. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં બસમાં સવાર તમામ યાત્રી ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહદારીઓની સૂચના પર માધવગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ઘાયલોને સારવાર માટે રામપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જઈ ગયા. જ્યાં ડોક્ટર્સે કુલદીપ, રઘુનંદન, સિરોભાન, કરણસિંહ અને વિકાસને મૃત જાહેર કર્યા છે. આ દુર્ઘટનામાં ૧૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here