Home ગુજરાત ભાજપ ધારાસભ્યના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારી, ધારાસભ્યએ પુત્ર માટે શું કહ્યું,...

ભાજપ ધારાસભ્યના પુત્ર અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારી, ધારાસભ્યએ પુત્ર માટે શું કહ્યું, તે જાણો..

64
0

ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ  વચ્ચે મારામારીની ઘટનામાં ધારાસભ્યના પુત્રે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી છે. પોલીસ કર્મી અને ભાજપના ધારાસભ્યના પુત્ર વચ્ચેની મારા મારીનો વીડિયો સામે આવ્યા બાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ધારાસભ્યના પુત્ર ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી છે તો બીજી તરફ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે આ મામલે એક ઓડિયો ક્લિપ દ્રારા બદનામ કરવાનું કાવતરૂ હોવાની વાત કરી છે. શું છે સમગ્ર મામલો જાણીએ… ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરાંગ ચૌહાણ અને કોન્સ્ટેબલ  વચ્ચે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતા બાદ મામલો ગરમાતા મારી મારી સુધી પહોંચ્યો હતો અને બંને વચ્ચે છૂટાહાથે મારામારી થઇ હતી આ ઘટનાના દ્રશ્યો કેમેરામાં  કેદ થઇ છે. . ઘટનાના પગલે ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ કોન્સ્ટેબલે પણ ગૌરાંગ ચૌહાણ સામે ફરિયાદો કરી છે.  ગૌરાંગ ચૌહાણે કોન્સ્ટેબલે માર માર્યાની ફરિયાદ કરી છે. આ સમગ્ર ઘટના દરમિયાન ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની  ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં તેમણએ જણાવ્યું છે કે રાજકીય ષડ્યંત્ર રચીને પુત્રનું નામ ઉછાળીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત તેમણે કહ્યં કે, જાે પુત્ર ગુનેગાર હશે તો તેને પણ સજા થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here