વડોદરાના વાઘોડિયામાં વરરાજાની ગાડીએ જાનૈયાનો કચ્ચર ઘાણ કરી નાખ્યો. દુર્ઘટનામાં ૧૭થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત થયા છે તો એક મહિલાનું મૃત્યુ થયું છે. વડોદરાના વાઘોડિયામાં લગ્નનો હર્ષનો પ્રસંગમાં શોકમાં ફેરવાય ગયો. એક નાનકડી ચૂકના કારણે લગ્નના પ્રસંગમાં એવી દુર્ઘટના સર્જાઇ કે, શરણાણીની ગૂંજ વચ્ચે ચીચિરારીથી આખું માહોલ શોકમાં ફરેવાઇ ગયો. અહી વરરાજાની કારનું ભૂલથી એક્સિલેટર પ્રેસ થઇ જતાં. કાર જાનૈયા તરફ ધસી આવી. જેમાં એક મહિલાનું મોત થયું છે તો ૧૭ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વ઼ડોદરાના પ્રણામી ફળીયામા માજી મહિલા સરપંચની ભાણીના હતા, જાન આગમન સમયે મહેમાન ડીજેના તાલે નાચતા હતા અને બધા જ હર્ષથી જાનનું સ્વાગત કરતા હતા આ સમયે વરરાજાની કારના ડ્રાઇવરથી ભૂલથી એક્સિલેટર પ્રેસ થઇ ગયુ અને કાર જાનૈયા પર ચઢી. આ અકસ્માતમાં ૧ મહિલાને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું છે તો અન્ય ૧૭થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.






