Home રમત-ગમત વીરેન્દ્ર સેહવાગે શુભમન ગિલની અમદાવાદની લવ સ્ટોરી જણાવી

વીરેન્દ્ર સેહવાગે શુભમન ગિલની અમદાવાદની લવ સ્ટોરી જણાવી

125
0

ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે વર્ષ ૨૦૨૩માં બાઝની માફક ઉડાણ ભરી છે. આ યુવા બેટરે પોતાની બેટિંગથી બધાને પોતાના પ્રશંસક બનાવી દીધા છે. સૌપ્રથમ ટીમ ઈન્ડિયા માટે રમતી વખતે તેણે ધમાકેદાર સદી ફટકારી હતી. જેમાં તોફાની બેવડી સદી પણ સામેલ હતી. ત્યાં જ હવે આઇપીએલમાં પણ તેણે પોતાના જબરદસ્ત ફોર્મથી બોલરોને પરેશાન કરી નાંખ્યા છે. ૧૫મી મેના રોજ હૈદરાબાદ સામેની સદી જાેયા બાદ ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે તેની અમદાવાદની લવ સ્ટોરી જણાવી છે. શુભમન ગીલે પોતાની બેટિંગથી લોકોને દરેક રીતે પ્રભાવિત કર્યા છે. પરંતુ અમદાવાદના યુવા બેટ્‌સમેનના આંકડા કંઈક બીજું જ કહી રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ બોલરો માટે કહેર સમાન સાબિત થાય છે. તેણે ૧૫ મેના રોજ આ મેદાન પર ૈંઁન્ની પ્રથમ સદી ફટકારી હતી. જેમાં તેણે ૫૮ બોલમાં ૧૦૧ રન બનાવ્યા હતા. આ પહેલા તેણે ૭મી મેના રોજ લખનૌ સામે આ ટ્રેક પર ૫૧ બોલમાં ૯૪ રનની અણનમ ઇનિંગ રમી હતી. ત્યાં જ ટીમ ઇન્ડિયા માટે રમતી વખતે ગિલનું બેટ આ મેદાન પર શાંત ન રહ્યું હતું. આ જ રીતે તેણે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે તેની પ્રથમ ટી-૨૦ સદી ફટકારી હતી. આ આંકડાઓ જાેયા બાદ વીરેન્દ્ર સેહવાગે તેના અને અમદાવાદ વચ્ચેના પ્રેમની કહાની જણાવી છે. સેહવાગે ક્રિકબઝ પર ગિલની બેટિંગના વખાણ કરતા કહ્યું, “આ સૌથી મોટો પ્રકરણ ઉમેરાયો (શુબમન ગિલ અને અમદાવાદ વચ્ચેની લવ સ્ટોરીમાં). હું તેના બદલે કહીશ કે હવે લગ્ન છે, લવ સ્ટોરી લગ્નમાં ફેરવાઈ ગઈ છે. એવું લાગતું હતું કે તે સંપૂર્ણપણે અલગ સપાટી પર બેટિંગ કરી રહ્યો હતો. ગિલ સરળતાથી બાઉન્ડ્રી ફટકારી રહ્યો હતો જ્યારે અન્ય તમામ બેટ્‌સમેનો સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘અમે ઘણા સમયથી શુભમન વિશે વાત કરી રહ્યા છીએ. આ વર્ષે તેણે ટી-૨૦ અને ટેસ્ટમાં સદી ફટકારી હતી, વન-ડેમાં બેવડી સદી ફટકારી અને હવે આઇપીએલમાં પણ સદી ફટકારી છે. સદી બાદ શુભમન ગિલ ૈંઁન્માં ૫૦૦ રનનો આંકડો પાર કરી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here