Home ગુજરાત અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં ચારની ધરપકડ

અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં ચારની ધરપકડ

104
0

અમદાવાદના કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, કણભા હ્યુમન ટ્રાફિકિંગ કેસ મામલે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કણભામાં સગીરાને ખરીદનાર એજન્ટ ઝડપાયો હતો. આરોપી અશોક સગીરાઓનું અપહરણ કરી પાલનપુરના ચહેર નામના અન્ય આરોપીને વેચતો હતો.  આરોપી ચહેરે અત્યાર સુધીમાં આઠ યુવતીઓને વેચી હોવાનો ખુલાસો કર્યો હતો.પોલીસે આ મામલે ચહેર, અમૃત સહિત ચાર એજન્ટોને ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ ગુજરાતની યુવતીઓનું અપહરણ કરીને રાજસ્થાન લઇ જતા હતા અને વેચી મારતા હતા. વર્ષ ૨૦૨૨માં અમદાવાદના અસારવાની સગીરાનું આરોપીઓએ અપહરણ કર્યું હતું અને તેને સુરેન્દ્રનગરમાં વેચી માર્યો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે અગાઉ વેચવામાં આવેલી છોકરીને મુક્ત કરાવી પોલીસ સાથે મિલન કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here