Home દેશ દીકરીની આપવીતી સાંભળીને માતાના પગતળેથી જમીન ખસકી ગઈ, ભાઈએ બહેનની એકલતાનો લાભ...

દીકરીની આપવીતી સાંભળીને માતાના પગતળેથી જમીન ખસકી ગઈ, ભાઈએ બહેનની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું, અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવા લાગતાં ફરિયાદ નોંધાઈ

139
0

રાજસ્થાનના ચૂરુ જિલ્લાના રતનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક યુવકે પોતાની ગંદી હરકતથી પવિત્ર સંબંધોની હત્યા કરી નાખી છે. આ યુવકની હરકતથી ભાઈ-બહેના પવિત્ર સંબંધ પર કલંક લાગ્યો છે. અહીં એક ભાઈએ પોતાની ૧૯ વર્ષિય પિતરાઈ બહેન સાથે રેપ કરીને અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપી બહેન સાથે વારંવાર રેપ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર આઘાતમાં છે. આખરે પીડિતાએ હિમ્મત કરીને પોતાની માતાને આપબીતી જણાવી હતી. ત્યાર બાદ આઘાતમાં આવેલી માતાએ જેમ તેમ કરીને દીકરીને સંભાળી. બાદમાં મા-દીકરીએ રતનગઢ પોલીસ સ્ટેશનમાં પહોંચી અને આરોપી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. રતનગઢ પોલીસે જણાવ્યું કે, વિસ્તારનું એક ગામ છે. જ્યાં ૧૯ વર્ષિય યુવતીએ પોતાની માતા સાથએ આવી હતી અને પોતાના ભાઈ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો. તેણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, તેના મોટાબાપૂનો દીકરો પાડોશમાં જ રહે છે અને તે તેના પર ગંદી નજરથી જાેતો હતો. પીડિતાએ જણાવ્યું કે, તે ગત ૧૨ ડિસેમ્બરે પોતાના ઘરની છત પર સુઈ રહી હતી. તે દરમ્યાન તેનો ભાઈ ત્યાં આવ્યો અને તેની સાથે રેપ કર્યો. આરોપી ભાઈએ આ દરમ્યાન અશ્લીલ વીડિયો બનાવી લીધો. તેની સાથે જ ઘટના વિશે કોઈને કહેશે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી દીધી. ત્યાર બાદ તે ગંદી વીડિયોની આડમાં તેને બ્લેકમેલ કરવા લાગ્યો. બ્લેકમેલિંગ દ્વારા આરોપી ભાઈ તેની સાથે કેટલીય વાર દુષ્કર્મ કરવા લાગ્યો. પણ તે લોકલાજના કારણે ચૂપ રહી. પીડિતાએ જણાવ્યું કે, તે હાલમાં જ ૨૨ મે ૨૦૨૩ના રોજ દવા લેવા માટે રતનગઢ આવી. આ દરમ્યાન તેનો ભાઈ તેને ફોન કરીને પરેશાન કરવા લાગ્યો. તેનાથી તે દુખી થઈને તે દવા લીધા વિના પાછી આવી ગઈ. ઉદાસ જાેઈ તેની માતાએ કારણ પુછ્યુ તો, દીકરીએ સમગ્ર ઘટના જણાવી દીધી. દીકરીની આપવીતી સાંભળીને માતાના પગતળેથી જમીન ખસકી ગઈ. પોલીસે યુવતીના રિપોર્ટ પર આરોપી વિરુદઅધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ધારાઓમાં મામલો નોંધી લીધો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલો ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here