Home દેશ “ફક્ત ધોની જ આ ચમત્કાર કરી શકે છે” :- ઈન્ડિયા સીમેન્ટ્‌સના વાઈસ...

“ફક્ત ધોની જ આ ચમત્કાર કરી શકે છે” :- ઈન્ડિયા સીમેન્ટ્‌સના વાઈસ ચેરમેન એન શ્રીનિવાસન

146
0

ચેન્નાઈ સુપર કિંગ્સનો આઈપીએલ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે છેલ્લા બોલે પાંચ વિકેટ રોમાંચક વિજય થયો હતો. આ સાથે જે સીએસકે પાંચમી વખત આઈપીએલ ચેમ્પિયન બન્યું હતું. સીએસકેના વિજય અંગે ઉદ્યોગપતિ અને ઈન્ડિયા સીમેન્ટ્‌સના વાઈસ ચેરમેન એન શ્રીનિવાસને જણાવ્યું કે, ફક્ત ધોની જ આ ચમત્કાર કરી શકે છે.  ઈન્ડિયા સીમેન્ટ્‌સ આઈપીએલ ફ્રેન્ચાઈઝ સીએસકેની મુખ્ય સ્પોન્સર છે. મંગળવારે શ્રીનિવાસને ધોની સાથે વાતચીત કરી હતી અને તેને જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે ધોનીને જણાવ્યું કે, તારી કપ્તાની અદભૂત છે, તે ચમત્કાર સર્જ્‌યો છે અને તું જ આ કરી શકે છે. અમને ટીમના ખેલાડીઓ પર ગર્વ છે. આ ઉપરાંત શ્રીનિવાસને વ્યસ્ત આઈપીએલ કાર્યક્રમ બાદ ધોનીને આરામ કરવાની સલાહ આપી હતી તેમજ ચેન્નાઈ પરત આવીને ભવ્ય ઉજવણીમાં જાેડાવા નિમંત્રણ પણ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here