મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે હાલમાં જ પાંચમી વાર આઈપીએલ ખિતાબ પોતાના નામે કર્યો છે. ટીમ એક બાજૂ જ્યાં જશ્ન મનાવી રહી છે, તો વળી બીજી તરફ ધોનીના ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. માહીના ઘૂંટણમાં પરેશાની છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, તેને કેટલાય ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ધોની ટેસ્ટ માટે કોકિલાબેન હોસ્પિટલ જઈ શકે છે. સીએસકેના ખિતાબી મેચમાં ગુજરાત ટાઈટંસને હરાવીને રેકોર્ડ પાંચમી વાર આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. ૪૧ વર્ષિય ધોની આઈપીએલમાં ૨૦૨૩થી પીડાઈ રહ્યા છે. આઈપીએલની સફળ કપ્તાનીમાં સામેલ ધોનીને આઈપીએલના સમગ્ર સીઝનમાં સમગ્ર ટૂર્નામેન્ટમાં ઘુંટણ પર પટ્ટી સાથે જાેવા મળ્યો હતો. સીએસકેના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ ઘોનીના ઘુંટણમાં તકલીફ હોવાની વાત કરી હતી. ફ્લેમિંગનું કહેવું હતું કે, ઘુંટણમાં સમસ્યાના કારણે ધોનીને વચ્ચેથી બેટીંગ કરવા માટે નથી ઉતાર્યો. ફ્રેન્ચાઈઝી માહિની અંતિમ ઓવરમાં બેટીંગ માટે ઉતારી રહી હતી. ત્યારે આવા સમયે થોડા દિવસમાં ધોનીને કોકિલાબેન હોસ્પિટલ જવાની આશા છે. જ્યાં તેને કેટલાય ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ભારતીય ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને ચેન્નઈ સુપરકિંગ્સના માલિક ઈંડિયા સીમેન્ટ્સના ઉપાધ્યક્ષ એન શ્રીનિવાસને ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ ઈંડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં છેલ્લા બોલ પર પોતાની ટીમી રોમાંચક જીતને ચમત્કાર ગણાવ્યો હતો અને કહ્યું કે દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં આવું કંઈક થઈ શકે.






