Home મનોરંજન ડંકી ફિલ્મની કમાણી ૨૦૧૯માં આવેલી દંગલ ફિલ્મથી વધારે થઇ શકે!

ડંકી ફિલ્મની કમાણી ૨૦૧૯માં આવેલી દંગલ ફિલ્મથી વધારે થઇ શકે!

97
0

શાહરુખ હંમેશા પોતાના ફેન્સને કોઇને કોઇ નવી અપડેટ આપતો રહે છે. જાે કે શાહરુખનું હાલમાં રિલીઝ થયેલુ મુવી પઠાન સુપર હિટ રહ્યું હતુ. પઠાન મુવીને દર્શકોનો અઢળક પ્રેમ મળ્યો હતો. જાે કે હવે શાહરુખે ફેન્સને એક મોટી ખુશખબરી આપી છે. તમને જણાવી દઇએ કે રાજકુમાર હિરાની એમની રેકોર્ડ બ્રેક કમાણી કરનારી ફિલ્મો માટે જાણીતા છે. મુન્નાભાઇ એમબીબીએસથી લઇને પીકે સુધી રાજકુમારની અનેક ફિલ્મો માત્ર સુપરહિટ નહીં પરંતુ આઇકોનિક પણ બની ગઇ. હવે રાજકુમાર હિરાની સુપરસ્ટાર શાહરુખ ખાનની સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં શાહરુખની સાથે તાપસી પન્નુ, બોમન ઇરાની પણ જાેવા મળશે. ફિલ્મ ૨૨ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રાજકુમાર હિરાનીએ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં રેકોર્ડતોડ કમાણી કરી છે. મુન્નાભાઇ એમબીબીએસ અને થ્રીઇડિયટ જેવી ફિલ્મોની કમાણીએ અનેક બીજી ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે. આમ, વાત કરવામાં આવે તો શાહરુખની પઠાન મુવીએ પણ વર્લ્ડવાઇડ ૧૦૪૬ રૂપિયાની કમાણી કરીને ઇતિહાસ રચી દીધો હતો. આમ તમે મુન્નાભાઇ એમબીબીએસ ફિલ્મ જાેઇ હશે તો તમને ખ્યાલ હશે કે મુવી જાેવાની કેટલી મજા આવે છે. આજે પણ ટીવીમાં થ્રીઇડિયટ મુવી આવે તો આપણને જાેવાની ઇચ્છા થઇ જાય છે. પઠાન ફિલ્મ અત્યાર સુધી સૌથી વઘારે કમાણી કરનાર ફિલ્મોમાંથી બીજા નંબર પર આવી ગઇ છે. જાે કે હાલમાં પણ પહેલાં નંબર પર ૧૯૨૪ કરોડ રૂપિયાની કમાણી કરનાર આમિર ખાનની ફિલ્મ દંગલ છે. જાે કે હવે પ્રશ્ન એ થાય છે શું શાહરુખની આ મુવી દંગલનો રેકોર્ડ તોડી શકશે? ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ દંગલનો રેકોર્ડ શાહરુખ ખાનની મુવી તોડી શકે છે એવું માનવામાં આવી રહ્યુ છે. ફિલ્મને લઇને અનેક પ્રકારની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જાે કે ફેન્સ આ મુવીની આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે અને લોકોના મનમાં આ વિશે જાતજાતના પ્રશ્નો થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here