Home અન્ય સુશાંત સિંહ રાજપૂતની યાદમાં રિયા ચક્રવર્તીએ વીડિયો શેર કર્યો

સુશાંત સિંહ રાજપૂતની યાદમાં રિયા ચક્રવર્તીએ વીડિયો શેર કર્યો

156
0

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આજે તેની પુણ્યતિથિના અવસર પર લોકો સુશાંતને તેની ફિલ્મો, જૂના ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા યાદ કરતા જાેવા મળ્યા. હાલમાં જ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ અભિનેતાને યાદ કર્યો છે. રિયાએ સુશાંત સાથેનો એક અનસીન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સુશાંત સાથે રોમેન્ટિક પળો વિતાવતી જાેવા મળી રહી છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે એક ગીત દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી છે. રિયા ચક્રવર્તીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રિયા અને સુશાંત વેકેશન પર જાેવા મળી રહ્યા છે. આ વેકેશન દરમિયાન બંને એક ખડક પર બેસીને ફોટોશૂટ કરાવી રહ્યાં છે. વીડિયોમાં સુશાંત આગળ બેઠો છે અને રિયા પાછળ સુશાંતને ગળે લગાવીને પોઝ આપી રહી છે. આ વીડિયોમાં સુશાંતનો હસતો ચહેરો ચાહકોને ભાવુક બનાવી રહ્યો છે. એવું લાગે છે કે તે આ વેકેશન ખૂબ એન્જાેય કરી રહ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે રિયાએ કંઈ લખ્યું નથી પરંતુ ગીતના છ શબ્દોનો ઉપયોગ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ ગીતની પંક્તિઓ ૐર્ુ ૈં ઉૈજર ર્રૂે ઉીિી ૐીિી છે, જેનો અર્થ છે ‘કાશ તમે અહીં હોત’. રિયાની આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્‌સ મળી રહી છે. સુશાંતનો આ અનસીન વીડિયો જાેઈને ઘણા લોકો ઈમોશનલ થતા જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે જૂન ૨૦૨૦માં સુશાંતનો મૃતદેહ તેના ઘરના બેડરૂમમાંથી મળી આવ્યો હતો, આ સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. ત્રણ વર્ષ પછી પણ ઉદ્યોગ આ આંચકામાંથી બહાર આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here