બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આગામી શુક્રવારે એટલે કે ૧૬મી જૂને રિલીઝ થવા જઈ રહી છે. કૃતિ સેનન આજકાલ તેનું પ્રમોશન કરતી જાેવા મળે છે. બીજી તરફ કૃતિ સેનન મંગળવારે એક પ્રમોશનલ ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેના દેસી લુકએ બધાને મોહિત કર્યા હતા. હવે કૃતિની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કૃતિ સેનન આદિપુરુષ ફિલ્મમાં મા સીતાનું પાત્ર ભજવી રહી છે. જ્યારે પ્રભાસ ભગવાન રામના રોલમાં છે. કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આગામી શુક્રવાર એટલે કે ૧૬મી જૂને સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. કૃતિ ઈવેન્ટ્સમાં જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન પણ કરી રહી છે. જ્યારે તે ઈવેન્ટમાં પહોંચી ત્યારે તેના લુકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યાં તેણે ટ્રેડિશનલ લુક કેરી કર્યો હતો. લાંબા અનારકલી કુર્તા સાથે દુપટ્ટો પહેર્યો હતો. જેના પર એક મોટો ‘રામ દરબાર’ હતો. જ્યારે લોકોએ એક્ટ્રેસના સ્ટાઈલિશ દુપટ્ટા પર ‘રામ દરબાર’ છપાયેલો જાેયો તો તેના ફેન ખુશ થયા. બધા તેના લુકના વખાણ કરવા લાગ્યા. કૃતિ આ લુક અને જ્વેલરી માં સુંદર લાગી રહી હતી. દરેક વ્યક્તિ તેના આઉટફિટની ચર્ચા કરી રહી છે. લુકમાં તેની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે.






