Home મનોરંજન રિલીઝ પહેલા જ આદિપુરુષ ફિલ્મે આટલા કરોડની કમાણી કરી

રિલીઝ પહેલા જ આદિપુરુષ ફિલ્મે આટલા કરોડની કમાણી કરી

139
0

ડાયરેક્ટર ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષને લઇને ખૂબ ચર્ચા છે. ફિલ્મની રિલીઝમાં હવે ફક્ત એક જ દિવસ બાકી છે અને ૧૬ જૂને દેશભરમાં આ ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મની રિલીઝ પહેલાં જ ચારેકોર આ ફિલ્મની ચર્ચા છે. પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરુષ બિગ બજેટ ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ ફિલ્મ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ફિલ્મની રિલીઝ પહેલા જ મેકર્સે ૨૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ખરેખર ફિલ્મની રિલીઝ પહેલા, ફિલ્મના ર્ં્‌્‌ અને ટીવી રાઇટ્‌સ માટે એક મોટી ડીલ કરવામાં આવી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, ‘તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ફિલ્મના રાઇટ્‌સની ડીલ લગભગ ૧૫૦ કરોડ રૂપિયામાં કરવામાં આવ્યા છે. તે જ સમયે, હિન્દી બેલ્ટમાં ૧૨૦ કરોડ રૂપિયામાં રાઇટ્‌સ વેચાયા છે, આવી સ્થિતિમાં, ફિલ્મ તેની રિલીઝ પહેલા જ ૨૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. પહેલાં જ થઈ ચૂક્યું છે ૪૦ હજારથી વધુ ટિકિટનું વેચાણઃ રવિવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં, ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ઓમ રાઉત ડાયરેક્ટેડ થ્રી નેશનલ ચેઇન્સે ઁફઇ, ૈંર્દ્ગંઠ અને સિનેપોલિસમાં લગભગ ૩૬,૦૦૦ ટિકિટો વેચી છે. આદિપુરુષ અડધી રાત સુધીમાં લગભગ ૨૩,૦૦૦ થી ૨૫,૦૦૦ ટિકિટોના કાઉન્ટરો બંધ કરશે. આદિપુરુષ આ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે અને ૨૪ કલાક પૂરા થાય તે પહેલા જ આ ફિલ્મે સારા નંબર્સ લાવીને પોતાનો જલવો બતાવી દીધો છે. ગઈકાલે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યા સુધી પ્રભાસ સ્ટારર ફિલ્મે માત્ર હિન્દી વર્ઝનથી ૧.૪૦ કરોડની કમાણી કરી છે. આમાં ૩ડ્ઢ વર્ઝનમાંથી ૧.૩૫ કરોડની કમાણીનો સમાવેશ થાય છે, જે ૩૬,૦૦૦ ટિકિટના વેચાણની બરાબર છે. પ્રી બુકિંગમાં લોકોએ કર્યું રેકોર્ડ બુકિંગઃ આદિપુરુષે સપ્તાહના અંતે નેશનલ ચેન્સમાં ૩૫,૦૦૦ ટિકિટો વેચી છે. ઁફઇ અને ૈંર્દ્ગંઠ ૮૮૦૦ અને ૬૧૦૦ ટિકિટો વેચીને સૌથી આગળ છે, જ્યારે સિનેપોલિસે ૩૫૦૦ ટિકિટ વેચી છે. ૬ કલાકના બ્રેકમાં આ ખૂબ જ સારો ઉછાળો છે કારણ કે ફિલ્મ લગભગ વેચાઈ હતી. ૭૮૦૦ની ટિકિટ રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી વેચાઈ હતી. કેટલીક સેલિબ્રિટીઝે આપેલા વચન મુજબ કેટલાક બલ્ક બુકિંગ થઇ રહ્યાં છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સેલિબ્રિટીની ખરીદી હનુમાન સીટ કે ઓડિયંસની ઓર્ગેનિક બુકિંગનું રિઝલ્ટ છે. હવે આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here