Home રમત-ગમત ભારત પાસે સેહવાગ જેવો બેટ્‌સમેન પણ તેને કોઈ મોકો નથી મળતો

ભારત પાસે સેહવાગ જેવો બેટ્‌સમેન પણ તેને કોઈ મોકો નથી મળતો

110
0

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં યશસ્વી જયસ્વાલે દરેક બોલરને બરબરનો પછાડ્યો હતો. તેણે જે રીતે વિસ્ફોટક રીતે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા બધાને પોતાના દિવાના બનાવી દીધા હતા તે જાેતાં યશસ્વીની અંદર જે પ્રકારની આક્રમકતા છે તે આપણને ભારતના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગની યાદ અપાવે છે. યશસ્વી જયસ્વાલ પ્રથમ બોલે જ સિક્સર ફટકારી ચૂક્યો છે અને આ બિન્દાસ બેટિંગને કારણે તેને ભવિષ્યનો સ્ટાર માનવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના આ સુપરસ્ટાર ઓપનરને ટૂંક સમયમાં ભારત તરફથી રમવાની તક મળી શકે છે. ભારતીય ટીમ આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ૨ ટેસ્ટ, ૩ ર્ંડ્ઢૈં અને ૫ ્‌૨૦ મેચોની સિરીઝ માટે પસંદગીકારો યુવા ક્રિકેટરોને તક આપી શકે છે. યશસ્વી જયસ્વાલનું નામ આ યાદીમાં મોખરે છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહેલી ટીમમાં યશસ્વી જયસ્વાલનું નામ નિશ્ચિત માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ પહેલા તેને ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. એ અગાઉ પસંદગીકારો યશસ્વીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાનાર ટી૨૦ મેચોની ટીમમાં જગ્યા આપી શકે છે. યશસ્વી જયસ્વાલે ગયા મહિને પૂરી થયેલી ૧૪ આઈપીએલ મેચો રમીને ૧૫૦ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ ૧૪ લીગ મેચોમાં આ બેટ્‌સમેને કુલ ૬૨૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ફટકારેલી એક સદીની ઇનિંગ્સ પણ સામેલ હતી. ૈંઁન્ માં યશસ્વીએ ૧ સદી અને ૫ અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે કુલ ૧૦ મેચ રમવાની છે. ૨ ટેસ્ટ, ૩ ર્ંડ્ઢૈં અને ૫ ્‌૨૦ મેચોની આ સીરીઝ ૧૨ જુલાઈથી શરૂ થશે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ૧૩ ઓગસ્ટે છેલ્લી ્‌૨૦ મેચ રમશે. ૨૭ જુલાઇથી ૩ મેચની વનડે સીરીઝ રમાશે જ્યારે ૫ મેચની ટી૨૦ સીરીઝ ૪ ઓગસ્ટથી શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here