દુનિયાની પૂર્વ નંબર ૧ ટેનિસ ખેલાડી મોનિકા સેલેસ પોતાની જબરદસ્ત રમતને કારણે ઘણી ચર્ચામાં રહી છે. તેણે પોતાના કરિયરમાં ૯ ગ્રેન્ડ સ્લેમ મહિલા સિંગલ્સના ખિતાબ જીત્યા છે. પણ ૩૦ એપ્રિલનો દિવસ તે ક્યારે ભૂલી શકી નથી. વર્ષ ૧૯૯૩માં ૧૯ વર્ષીય મોનિકા સેલેસ હેમ્બર્ગ ઓપનમાં કવાર્ટર ફાઈનલમાં માગદાલેના માલેવા સામે રમી રહી હતી. ત્યારે જ ડ્રિંક્સ બ્રેક દરમિયાન એક ટેનિસ ફેન એ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. ગુન્ટર પાર્ચે જર્મનીની ટેનિસ ખેલાડી સ્ટેફઈનો કટ્ટર ફેન હતો. મોનિકા સેલેસ વર્ષ ૧૯૯૧માં સૌથી નાની ઉંમરમાં દુનિયાની નંબર ૧ ખેલાડી બની હતી. આ દરિમાયન સ્ટેફી ગ્રાફનો નંબર ૧નો તાજ છીનવાઈ ગયો હતો. ગુન્ટરમો ઈરાદો સેલેસને ઘાયલ કરીને સ્ટેફી ગ્રાફને દુનિયાની નંબર ૧ ખેલાડી બનાવવાનો હતો. વર્ષ ૧૯૯૩માં આ ઘટના બાદ મોનિકા સેલેસ ટેનિસ રમી શકી ના હતી. તે રેકિંગમાં આઠમા નંબર પર પહોંચી ગઈ હતી. તેને ટેનિસના કોર્ટ પર વાપસી કરવામાં ઘણી વાર લાગી હતી. મોનિકા સેલેસ એ પોતાના ટેનિસ કરિયરમાં ૯ મહિલા સિગલ્સ ગ્રેન્ડ સ્લેમ, ૪ ઓસ્ટ્રેલિયન ઓપન, ૩ ફ્રેન્ચ ઓપન અને ૧ યુએસ ઓપનના ખિતાબ જીત્યા છે. આ વાયરલ વીડિયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વર્ષોથી શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જાેઈને ચોંકી ગયા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સફળ લોકોને નીચે પાડવા માટે આખી દુનિયા પ્રયાસ કરતી હોય છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની કૃપાથી તેનો જીવ બચી ગયો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જાેવા મળી હતી.






