Home મનોરંજન ‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા કક્કર મા બની, પતિએ શેર કર્યા ગુડ...

‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા કક્કર મા બની, પતિએ શેર કર્યા ગુડ ન્યૂઝ

213
0

એક્ટ્રેસ દીપિકા કક્કર અને તેના પતિ શોએબ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. દીપિકા-શોએબના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. શોએબે ગુડ ન્યૂઝ શેર કર્યા છે. નવા પિતાએ પોતાની પોસ્ટમાં દીપિકાની ડિલિવરીમાં આવેલી એક કોમ્પ્લિકેશન વિશે પણ જણાવ્યું છે, પરંતુ તેણે તેમ પણ કહ્યું છે કે કોઇ ચિંતાની વાત નથી. આ સમાચાર સામે આવતાં જ બંનેને ઢગલાબંધ શુભેચ્છાઓ મળવા લાગી છે. ઘણા ફેન્સ અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર બેબી બોયને વિશિઝ મોકલી રહ્યાં છે. દીપિકા કક્કર અને શોએબે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે- ‘અલહમદુલિલ્લાહ, આજે ૨૧ જૂન ૨૦૨૩ની સવારે અમારા ઘરમાં પુત્રનો જન્મ થયો હતો. આ પ્રીમેચ્યોર ડિલિવરી છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી. બસ પ્રાર્થના અને આશીર્વાદ આપતા રહો. તમને જણાવી દઈએ કે શોએબે ૨૦ જૂને તેનો બર્થ ડે ધૂમધામથી ઉજવ્યો હતો. શોએબે પોતાના બર્થડે સેલિબ્રેશનની ઘણી તસવીરો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. આ ફોટોમાં જાેઈ શકાય છે કે શોએબ પરિવાર સાથે મસ્તી કરી રહ્યો છે. જ્યારે આજે સવારે દીપિકા પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના રૂપમાં શોએબને દિપિકાએ ખાસ ગિફ્ટ આપી છે. દીપિકા કક્કરે જાન્યુઆરી ૨૦૨૩માં પ્રેગ્નન્સીનું એલાન કર્યુ હતું. પતિ શોએબ ઈબ્રાહિમ સાથે ફોટોશૂટ શેર કરતા તેણે જણાવ્યું કે તે જલ્દી જ માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. દીપિકા કક્કરે તે દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેણે પ્રેગ્નન્સીની વાત જાણીજાેઈને ત્રણ મહિના સુધી છુપાવી હતી. કારણ કે ગયા વર્ષે તેનું મિસકેરેજ થયું હતું. એટલા માટે ડોક્ટરોએ આ પ્રેગ્નન્સીમાં તમામ સેફ્ટી રાખવાની સલાહ આપી હતી. આ જ કારણ હતું કે તે આ ગુડ ન્યૂઝ આપવા માટે થોડો સમય લેવા માંગતી હતી. દીપિકા કક્કરે વર્ષ ૨૦૧૮માં કો-એક્ટર શોએબ ઈબ્રાહિમ સાથે શોએબના ગામમાં લગ્ન કર્યા હતા. સીરિયલ ‘સુસરાલ સિમર કા’માં કામ કરતી વખતે બંને વચ્ચે પ્રેમ થયો અને બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here