Home દુનિયા પ્રેમીને મેળવવા ભારત પહોંચી પાકિસ્તાની મહિલા, પછી બની ઘટના એવી..,ગેમ રમતા-રમતા થયો...

પ્રેમીને મેળવવા ભારત પહોંચી પાકિસ્તાની મહિલા, પછી બની ઘટના એવી..,ગેમ રમતા-રમતા થયો પ્રેમ, પ્રેમી માટે ભારત પહોંચી ચાર બાળકોની માતા

111
0

પ્રેમ ક્યારે, કોની સાથે અને ક્યાં થશે તે કહી શકાય નહીં. પ્રેમ રંગ, રૂપ, જાતિ, ધર્મ કે સરહદો જાેતો નથી. આવો જ એક કિસ્સો ગ્રેટર નોઈડામાં સામે આવ્યો છે. ઁેંમ્ય્ ગેમ રમતા યુવકને ચાર બાળકોની માતા સાથે પ્રેમ થઈ ગયો. મહિલા ત્રણ દેશોની સરહદ પાર કરીને ગ્રેટર નોઈડા પહોંચી હતી. બંને રાબુપુરામાં ભાડાનું મકાન લઈને સાથે રહેવા લાગ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની મહિલા નેપાળ થઈને ભારત પહોંચી હતી. મકાન માલિકને સચિન નામના યુવકે જણાવ્યું હતું કે તે પરિણીત છે અને મહિલાએ તેનું નામ સીમા જણાવ્યું હતું. એક મહિના પછી, જ્યારે રહસ્ય ખુલ્યું, ત્યારે મહિલા અને સચિન બાળકો સાથે ભાગી ગયા. મળતી માહિતી મુજબ ૧૩ મેના રોજ પાકિસ્તાની મહિલા ચાર બાળકો સાથે બસ દ્વારા ગ્રેટર નોઈડા પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રાબુપુરાના રહેવાસી સચિનને ​​ઁેંમ્ય્ રમવાની લત હતી. ગેમ રમતી વખતે સચિન એક પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે મિત્રતાની શરૂઆત વાતચીતથી થઈ હતી. વાતચીત બાદ મામલો પ્રેમ સુધી પહોંચ્યો હતો. રમત રમતા બંને એકબીજા સાથે જીવવા અને મરવાના સપના જાેવા લાગ્યા. ૧૩ મેના રોજ મહિલાએ પાકિસ્તાન છોડવાનો ર્નિણય લીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે મહિલા ચાર બાળકો સાથે ત્રણ દેશોની સરહદ પાર કરી ગ્રેટર નોઈડા પહોંચી હતી. ગ્રેટર નોઈડામાં ભાડે ઘર લઈને પ્રેમી સચિન સાથે રહેવા લાગ્યા. મહિલા પાકિસ્તાની હોવાની માહિતી મળતા પોલીસે ત્રણ ટીમો બનાવી હતી. સીસીટીવી અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. સતત શોધખોળ બાદ મહિલા પકડાઈ ગઈ હતી. એડીસીપી અશોક કુમારે જણાવ્યું કે મહિલાની પૂછપરછ ચાલી રહી છે. તપાસ એજન્સીઓને જાણ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની મહિલાનું નામ સીમા ગુલામ હૈદર જણાવવામાં આવી રહ્યું છે. તેણે જણાવ્યું કે મહિલા ઁેંમ્ય્ રમતી વખતે સચિનના સંપર્કમાં આવી હતી. પાકિસ્તાની મહિલા ૪ બાળકોની માતા છે. પૂછપરછ બાદ તપાસ એજન્સીઓ વધારે માહિતી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here