Home દુનિયા વરસાદ અને પૂરના કારણે સ્પેનમાં તબાહી, કાર રમકડાંની જેમ ધોવાઈ ગઈ

વરસાદ અને પૂરના કારણે સ્પેનમાં તબાહી, કાર રમકડાંની જેમ ધોવાઈ ગઈ

58
0

આ સમયે સ્પેનમાં સ્થિતિ સારી નથી. વરસાદ અને પૂરના કારણે અહીં હાહાકાર મચી ગયો છે. અનેક શહેરો ડૂબી ગયા છે. પૂર્વોત્તર સ્પેનના ઝરાગોઝા શહેરની હાલત ખૂબ જ ખરાબ છે. અહીંના રસ્તાઓ પર ગાડીઓ વહી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીમાં વહેતી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અચાનક આવેલા પૂરના કારણે કેટલાક ડ્રાઇવરો પોતાની કારમાં પણ ફસાઇ ગયા છે. તેમને બચાવવામાં આવી રહ્યા છે. ત્યાંની ઓથોરિટીએ લોકોને આ સમયે ક્યાંય પણ મુસાફરી કરવાની મનાઈ ફરમાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ ઉત્તર-પૂર્વ સ્પેનમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. આ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે આ વરસાદ પછી ઘણા વિસ્તારો પૂરથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદના થોડા કલાકોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પણ સ્પેનમાં વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ હતી. તે સમયે પણ આવી જ સ્થિતિ હતી. મે મહિનામાં આવેલા પૂરમાં કાર પણ ધોવાઈ ગઈ હોવાના અહેવાલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here