Home દેશ દક્ષિણ પરગણા જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટનો વિડીયો સામે આવ્યો

દક્ષિણ પરગણા જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટનો વિડીયો સામે આવ્યો

42
0

પશ્ચિમ બંગાળના કૂચબિહાર, માલદાહ, મુર્શિદાબાદ, નાદિયા જિલ્લામાં શનિવારે સવારે મતદાનના પ્રથમ છ કલાકમાં નવ હત્યાઓ થઈ હતી. પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા અંગે ભાજપે મમતા બેનર્જીની સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે બંગાળમાં ચૂંટણીના નામે બંધારણના ટુકડા કરવામાં આવ્યા છે. ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે બંગાળમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. શનિવાર સવારથી હિંસાની જે તસવીર જાેવા મળી રહી છે તેને બંગાળમાં અભૂતપૂર્વ કહી શકાય નહીં. ઘણા લોકોના મતે આ વખતે પણ પંચાયત ચૂંટણીમાં લોહી અને મૃતદેહોની પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે.આ વખતે કોર્ટના આદેશ પર કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જાે કે શુક્રવારે રાત્રે સ્પષ્ટ થઈ ગયું કે સમગ્ર ૮૨૨ કંપની ફોર્સ રાજ્યમાં આવી રહી નથી. રાજ્યના ઘણા મતદાન મથકો પર કેન્દ્રીય દળ દેખાતું ન હતું. ભાજપના કેન્દ્રીય પ્રભારી અમિત માલવિયાએ કહ્યું કે આ યુદ્ધ જેવી સ્થિતિ મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળ કેટલું અસ્તવ્યસ્ત છે તેની ગંભીર યાદ અપાવે છે. સન્માન અને પ્રતિષ્ઠા માટે પશ્ચિમ બંગાળના લોકોનો સંઘર્ષ વાસ્તવિક છે. જ્યારે કોઈ વ્યક્તિ આવી બર્બરતાનો સામનો કરે છે, ત્યારે વ્યક્તિને સ્વતંત્રતા અને લોકશાહીનું વાસ્તવિક મૂલ્ય સમજાય છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે બંગાળ સરકાર ન તો રાજ્યપાલના આદેશનું સન્માન કરે છે કે ન તો હાઈકોર્ટના. પોલીસ અને વહીવટીતંત્ર પક્ષપાત બતાવે ત્યારે તેને લોકશાહી ન કહેવાય. બંગાળમાં બંધારણીય વ્યવસ્થા તૂટી ગઈ છે. તો પંચાયત ચૂંટણીમાં હિંસાના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. આવો જ એક વીડિયો દક્ષિણ પરગના જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોની ટીવી૯ પુષ્ટિ કરતું નથી. પરંતુ આ વીડિયોમાં જાેઇ શકાય છેકે ચૂંટણી દરમિયાન બંગાળમાં કેવો હિંસાનો માહોલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here