Home દુનિયા ચીને રોકેટ ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો, ઝુક-૨ કેરિયર રોકેટ લોન્ચ કર્યું

ચીને રોકેટ ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો, ઝુક-૨ કેરિયર રોકેટ લોન્ચ કર્યું

193
0

ચીને પ્રથમ વખત મિથેન-લિક્વિડ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે. તે છે મિથેન-લિક્વિડ ઓક્સિજન રોકેટ. આ સાથે તેણે તેના કટ્ટર હરીફ અમેરિકાને પાછળ છોડી દીધું છે. શક્ય છે કે ભવિષ્યમાં પણ આવા જ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. જાણો કેવી રીતે ચીન અમેરિકા કરતા આગળ વધ્યું? ગઇકાલે એટલે કે ૧૨ જુલાઈ ૨૦૨૩ના રોજ ચીનની એક ખાનગી કંપનીએ દુનિયાનું પહેલું આ પ્રકારનું રોકેટ લોન્ચ કર્યું છે. જે મિથેન-લિક્વિડ ઓક્સિજન રોકેટ છે. અમેરિકા પણ આવા રોકેટ બનાવવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ ચીને આ રમત જીતી લીધી. આ રોકેટને ચીને સવારે ૯ વાગ્યે ઉત્તર-પશ્ચિમ ચીનના જીયુક્વાન સેટેલાઇટ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. આ રોકેટનું નામ ઝુક-૨ કેરિયર રોકેટ છે. રોકેટે (મિથેન-લિક્વિડ ઓક્સિજન રોકેટ – સ્ીંરટ્ઠહી-ન્ૈૂેૈઙ્ઘ ઇર્ષ્ઠાીં) નિર્ધારિત ધોરણો અનુસાર તેના તમામ લક્ષ્યો પૂર્ણ કર્યા. બેઇજિંગ સ્થિત ખાનગી સ્પેસ કંપની લેન્ડસ્પેસ દ્વારા આ બીજાે પ્રયાસ હતો. જેમાં તેને સફળતા મળી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ પ્રક્ષેપણ સાથે હવે ચીન અમેરિકાથી અંતરિક્ષ પ્રક્ષેપણના મામલે આગળ વધી ગયું છે. ઉપરાંત, તે સ્પેસએક્સના માલિક એલોન મસ્ક અને બ્લુ ઓરિજિન ચીફ જેફ બેઝોસ કરતાં પણ આગળ નીકળી ગયા છે. એટલે કે મિથેનનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરનાર ચીન પહેલો દેશ બન્યો. જેના કારણે પ્રદૂષણ ઓછું થાય છે. તે સસ્તું છે. તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેવા રોકેટમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. લેન્ડ સ્પેસ (ન્ટ્ઠહઙ્ઘ જॅટ્ઠષ્ઠી)એ ચીનની બીજી કંપની છે. જેણે (ન્ૈૂેૈઙ્ઘ-ॅિર્ॅીઙ્મઙ્મટ્ઠહં) લિક્વિડ-પ્રોપેલન્ટ સાથે રોકેટ લોન્ચ કર્યા છે. એપ્રિલમાં, બેઇજિંગ સ્થિત તિયાનબિંગ ટેક્નોલોજીએ કેરોસીન અને ઓક્સિજન દ્વારા બળતણ ધરાવતા રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિથેન-લીકવીડ એવું ઇંધણ છે, કે જે કોઈપણ ફરીથી વાપરી શકે છે અને તે રોકેટમાં રિફિલ કરી શકાય છે. એટલે કે તે પુનઃઉપયોગ કરી શકાય છે. ચીનમાં ૨૦૧૪થી ખાનગી સ્પેસ કંપનીઓ સક્રિય છે. આ વાત ત્યારે બની રહી છે કે, જ્યારે ચીનની સરકારે  પ્રાઇવેટ સ્પેસ (ઁિૈદૃટ્ઠંી જॅટ્ઠષ્ઠી) કંપનીઓને આગળ આવવાનો મોકો આપ્યો હતો. ન્ટ્ઠહઙ્ઘ જॅટ્ઠષ્ઠી એ જ સમયની કંપની છે. તેને સંશોધન અને રોકેટ બનાવવા માટે ખૂબ જ સારું ભંડોળ મળ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here