Home મનોરંજન પલક તિવારીએ તેના બાળપણની તે વાતો યાદ કરી કર્યો ખુલાસો

પલક તિવારીએ તેના બાળપણની તે વાતો યાદ કરી કર્યો ખુલાસો

67
0

શ્વેતા તિવારી એ અભિનેત્રીઓમાંની એક છે જેણે નાના અને મોટા બંને પડદા પર પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે. જોકે તેણી મોટા પડદા પર હિટ ન રહી શકી, પરંતુ તેણી નાના પડદાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. શ્વેતાની દીકરી પલક તિવારીએ પણ અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. તાજેતરમાં જ તેણીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, હાલ તેણીએ ખુલાસો કર્યો કે, ટીનએજમાં કેવી રીતે તેની મમ્મી તેને ડેટિંગથી રોકવા ધમકી આપતી હતી. બાળપણની વાતો યાદ કરતાં ચહેરા પર વારંવાર સ્મિત આવી જાય છે. પલક તિવારીએ હાલમાં જ તેના બાળપણની તે વાતો યાદ કરી, જ્યારે તેને તેની મમ્મી તરફથી ધમકીઓ મળતી હતી. એક્ટ્રેસે હાલમાં જ બોલિવૂડ બબલની સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું કે ટીનએજમાં એકવાર તેને એક છોકરા સાથે ડેટ પર જવાનું થયું હતું, પછી તે તેની મમ્મી સાથે ખોટું બોલતી હતી, પરંતુ, તેની માતા શ્વેતા તિવારીને તરત જ ખબર પડી ગઈ હતી. પલકે ખુલાસો કર્યો, ‘મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે હું ઘણું ખોટું બોલતી હતી અને લોકો મને પકડતા હતા. મારી મમ્મી કહેતી કે તું કેમ જુઠ્ઠું બોલે છે? બે કલાકમાં પકડાઈ જઈશ.’ એક્ટ્રેસે જણાવ્યું કે, ‘મારો એક બોયફ્રેન્ડ હતો. હું 15 કે 16 વર્ષની હતી. જેમ કે જ્યારે તમારો સ્કૂલમાં બોયફ્રેન્ડ હોય અને પછી અમને મૉલમાં જવાનું ગમતું. તેથી, હું તેની સાથે મૉલમાં જઈ રહી હતી અને મેં મમ્મીને કહ્યું કે, હું હાઈડ એન્ડ સીક રોકવા માટે નીચે જઈ રહી છું. મારી મમ્મીએ કહ્યુ ઠીક છે.’ પલકે જણાવ્યું કે, તેણી શહેરમાં નહતી અને પછી ખબર પડી ગઈ કે તેણી રમવા નહીં પરંતુ મૉલમાં હતી. તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. મજેદાર વાત હતી કે, મારી મમ્મી કહેતી, ‘હું તને ગામડે મોકલી દઈશ. હું તારા વાળ કપાઈ દઈશ.’ પોતાના પ્રોફેશનલ કરિયર ઉપરાંત, પલક તિવારી પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. પલક વિશે ઘણીવાર અફવા ઉડે છે કે, તેણી સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલીને ડેટ કરી રહી છે. આ અફવાઓને ત્યારે વેગ મળ્યો જ્યારે બંને ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા. પલકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું અને ઈબ્રાહિમ એકબીજાને માત્ર ખાસ પ્રસંગોએ જ મળીએ છીએ અને ભાગ્યે જ નિયમિત રીતે મળીએ છીએ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here