Home રમત-ગમત School Game of Federationની ખો-ખો સ્પર્ધામા ડાંગના રમતવીરોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ...

School Game of Federationની ખો-ખો સ્પર્ધામા ડાંગના રમતવીરોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા

103
0

રાજ્ય ક્ક્ષાની સ્કુલ ગેમ ઓફ ફેડરેશન(School Game of Federation)ની જુદી જુદી સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમા ખો-ખોની સ્પર્ધામા ડાંગના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ રમતમા ડાંગ જિલ્લાના વિદ્યાર્થીની પસંદગીની ટીમમા પ્રાથમિક શાળા બીલીઆંબાના 7 ખેલાડીઓ, સરકારી માધ્યમિક શાળા બીલીઆંબા શાળાના 2 ખેલાડીઓ, અને જામનવિહિર પ્રાથમિક શાળાના 3 ખેલાડીઓ પસંદગી પામ્યા હતા.. રાજ્યકક્ષાની આ રમત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તારીખ 20-10-2023 થી 24-10-2023 દરમ્યાન યોજવામા આવી હતી. જેમાં ભાઇઓની ટીમે અનુક્ર્મે પાટણ, સુરત શહેર, મોરબી, બાનાસકાંઠા અને ફાઇનલ મેચમા ભરૂચની ટીમને હરાવી ગોલ્ડ મેડલ(Gold Medal)પ્રાપ્ત કર્યો હતો. જે બાદ હવે રાષ્ટ્ર્રીય કક્ષાની રમત ઝારખંડ ખાતે રમાનાર છે. જેમા ગુજરાતની ટીમ(Team Gujarat)મા પાર્થ રસીકભાઇ પટેલ, સાગર વસંતભાઇ ડોકિયા, પ્રિન્સ પ્રફુલભાઇ બાગુલ, પિંકેશ મગનભાઇ ઠેંગળ અને રવિ શાંતીલાલ દેવળેની પસંગી થઈ છે. આ ખેલાડીઓ ગુજરાતની ટીમનુ પ્રતિનીધીત્વ કરશે.બહેનોની ટીમે દાહોદ, અરવલ્લી, સાબરકાંઠાને હરાવી ફાઇનલમા પ્રવેશ કર્યો હતો. જેમાં તાપી જિલ્લાની ટીમ સામેં પરાજય થતા સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.બહેનોની ગુજરાતની ટીમમા પ્રિયંકા સુરેશભાઇ ગામીત, રોશની રમેશભાઇ પવાર, અને પુજા બાબુરાવભાઇ ગામીતની પસંદગી થઈ છે.. ડાંગ જિલ્લાની બહેનોની પસંદગીની ટીમમાં પ્રાથમિક શાળા બીલીઆંબાના 6 ખેલાડી, સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 3 ખેલાડી, અને જામનવિહિર પ્રાથમિક શાળાના 2 તથા ગોંડલવિહિર પ્રાથમિક શાળાનો 1 ખેલાડી પસંદ થયા હતા. ડાંગના બાળકોની આ સિદ્ધી બદલ જિલ્લા રમત ગમત અધિકારી અંકુરભાઇ જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઇ ઠાકરે તેમજ તમામ શાળા પરીવાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ-સુબીર તરફથી બાળકોને અભિનંદન પાઠવવામા આવ્યા હતા. ડાંગના રમતવીરોએ ફરીએકવાર રમતમાં પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું છે. આ અગાઉ સરિતા ગાયકવાડ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન (IAAF) ની દ્વિવાર્ષિક સ્પર્ધામાં તો Dang Express તરીકે ઓળખાતા મુરલી ગાવિતે National Open Athleticsમાં Gold Medal જીત્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here