Home દેશ સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વિશેષ ઉદાહરણ એટલે...

સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વિશેષ ઉદાહરણ એટલે ‘કર્ટેલ સસ્ટેન’ નામક મહિલા ગૃહ ઉદ્યોગ

46
0

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ ઘણા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સ્વચ્છતા માટે ફક્ત શેરીઓ કે આંગણા સાફ રાખવા સુધી સીમિત ન રહેતા વિશેષ શું થઈ શકે એનું એક ઉદાહરણ એટલે ‘કર્ટેલ સસ્ટેન’ નામક મહિલા ગૃહ ઉદ્યોગ.
ગાંધીનગરના સખી મેળા તથા અન્ય સરકારી રોજગાર મેળાઓમાં જોવા મળતું આ મહિલા મંડળ એક અનોખી કામગીરી કરી સંસ્કૃતિની જાળવણી સાથે સાથે મહિલા રોજગાર અને સ્વચ્છતા તથા પવિત્રતાને જાળવવાનું પણ કાર્ય કરે છે. આ ગ્રુપ દ્વારા મંદિરમાં ચઢાવાતી ચુંદડી પૂજાપો વગેરે જેવી વસ્તુઓ એકત્ર કરી તેનાથી શુભ પ્રસંગોમાં ઉપયોગી ચીજ વસ્તુઓ જેવી કે તોરણ ,શુભ- લાભ, ચંદરવા વગેરે બનાવવામાં આવે છે આ કાર્યના વિચાર પાછળનું કારણ જણાવતાં મંડળના મુખ્ય મહિલા સુરભી જોશી જણાવે છે કે, અમદાવાદ- ગાંધીનગરના ઘણા મંદિરો ઉપરાંત અંબાજી ,બહુચરાજી ,ભદ્રકાળી મંદિર જેવા મોટા સ્થળોમાં ચુંદડીઓના મોટા ઢગ જોવા મળે છે. આ ઢગનો કોઈ યોગ્ય નિકાલ ન થતા તેમાં ભેજ લાગે છે. અને કોહવાય છે. જેથી ગંદકી ઊભી થાય છે આવું થયા પછી તેનો કોઈ ઉપયોગ રહેતો નથી. આ બધું જોયા પછી તેમને વિચાર આવ્યો કે ભગવાનને ભાવપૂર્વક ભક્તો દ્વારા ચડાવાતા પૂજાપા અને ચુંદડી જેવી વસ્તુઓની દુર્દશા થવાથી ધાર્મિક ભાવનાને તો ઠેસ પહોંચે છે જ ,સાથે સાથે આ વસ્તુઓના યોગ્ય નિકાલ ન થતા આવી વસ્તુ જળાશયમાં પધરાવતા પાણીમાં પણ સ્વચ્છતા ના પ્રશ્નો ઉભા થાય છે.
આ બધુ જોતા અંતે ઘણા વિચાર પછી સુરભી બેને આ ચુંદડીઓને ઉચ્ચક ભાવે ખરીદી ને ધર્મ પ્રસંગે, લગ્ન પ્રસંગે ઉપયોગી શુભ ચીજો જેવી કે શુભ-લાભ,તોરણ,ચંદરવા બનાવવાની શરૂઆત કરી. પહેલા તેમણે આ ચુંદડીયો મંદિરે મંદિરે ફરીને લેવી પડતી. સમય જતા એમના આ વિચારને સારો પ્રતિસાદ મળ્યો અને હવે તેમને સામેથી આવી ચુંદડીઓ અને પૂજાપાનો સામાન મળી રહે છે. જેનાથી તેમણે એક નાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી અન્ય મહિલાઓને પણ રોજગારી પુરી પાડી છે
આ કાર્ય માટે તેમને સરકાર તરફથી સહાય મળતી રહે છે. અને રોજગાર પણ મળતો રહે છે.ભાટ ઈ.ડી.આઈ ગાંધીનગર ખાતે યોજાયેલા મહિલા વર્કશોપ દરમિયાન તેમના આ કાર્યની સરાહના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ કરવામાં આવી હતી. માત્ર રોજગારી કે સંસ્કૃતિ સાચવવી જ નહીં પણ તેમણે મંદિરોમાં પૂજાના ચઢાવેલા સામાનના નિકાલના અભાવે થતી અસ્વચ્છતા નો પણ માર્ગ શોધી એક સુંદર કાર્ય કર્યું છે.
આ ઉપરાંત સુરભીબેન જણાવે છે કે તેમનો સ્વચ્છતાને લગતો આગામી પ્રોજેક્ટ પણ ખૂબ જ સુંદર છે. તેઓ મંદિરમાં ચઢાવેલ પુષ્પો, બિલીપત્ર, શ્રીફળના છોતરા વગેરે જેવી વસ્તુઓને રઝળતી ન થાય અને તેનો યોગ્ય નિકાલ થાય તે માટે આ બધાના ઉપયોગથી ધૂપ સળી બનાવી અન્ય મહિલાઓને રોજગાર આપવાની તક ઉભી કરી રહ્યા છે.
આમ સંસ્કૃતિ, આસ્થા, વિશ્વાસથી, સ્વચ્છતા ને પ્રાધાન્ય આપી તેમણે તેમના ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી અન્ય બહેનોને પણ પ્રેરણા પૂરી પાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here