Home દેશ નેશનલ કન્વેશન ઓફ કેમેસ્ટ્રી ટીચર્સ (NCCT 2023)

નેશનલ કન્વેશન ઓફ કેમેસ્ટ્રી ટીચર્સ (NCCT 2023)

49
0

રસાયણશાસ્ત્ર, જેને ઘણીવાર “કેન્દ્રીય વિજ્ઞાન” તરીકે ઓળખવામાં આવે છે, તે કેન્દ્રમાં સ્થાન લઈ રહ્યું છે કારણ કે ભારતભરની અગ્રણી સંસ્થાઓના રસાયણશાસ્ત્રના અધ્યાપકો, સંશોધકો અને શિક્ષકો નેશનલ કન્વેશન ઓફ કેમેસ્ટ્રી ટીચર્સ (NCCT 2023) માં હાજરી આપવા ગુજરાતમાં ભેગા થવા જઈ રહ્યા છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી એસોસિએશન ઑફ કેમિસ્ટ્રી ટીચર્સ (ACT) દ્વારા આયોજિત, આ ત્રણ દિવસીય ઈવેન્ટ વૈજ્ઞાનિક શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ બનાવશે.
વિશ્વના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) ને સંબોધવામાં રસાયણશાસ્ત્રની મુખ્ય ભૂમિકા આ સંમેલનના કેન્દ્રમાં છે. શિક્ષણ, સંશોધન અને સામાજિક જવાબદારીની મજબૂત ભાવના દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના ટકાઉ ભવિષ્ય માટે વૈશ્વિક બ્લુપ્રિન્ટ તરીકે સેવા આપીને રસાયણશાસ્ત્ર ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન લાવે છે.
ટકાઉ અને સમાન વિશ્વની રચનામાં રસાયણશાસ્ત્રનું મહત્વ છે. સંમેલનની ફોકલ થીમ, “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કેમિસ્ટ્રી: એમ્પાવરિંગ ચેન્જ થ્રુ એજ્યુકેશન, રિસર્ચ અને આઉટરીચ,” વૈશ્વિક પ્રગતિ માટે રસાયણશાસ્ત્રની શક્તિનો ઉપયોગ કરવાની તાત્કાલિક જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે.
NCCT 2023 પ્રોગ્રામ એ ખુબ જ પ્રભાવશાળી રહેશે, જેમાં ત્રણ મુખ્ય સંબોધનો, 12 આમંત્રિત પ્રવચનો, વૈજ્ઞાનિક પ્રદર્શનો, આઉટરીચ પ્રવૃત્તિઓ અને ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત સામેલ છે. વધુમાં, ચાર પેરેલલ સેશન્સમાં 50 રીસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવશે, જે ક્ષેત્રમાં નવીનતમ પ્રગતિઓ અને સફળતાઓ દર્શાવશે.
રસાયણશાસ્ત્રના પ્રતિષ્ઠિત પ્રોફેસર અને ACT ના જનરલ સેક્રેટરી ડૉ. ડી. વી. પ્રભુએ SDG ને હાંસલ કરવામાં રસાયણશાસ્ત્રની અનિવાર્ય ભૂમિકાને રેખાંકિત કરી છે. સ્વચ્છ ઉર્જાના ઉત્પાદનથી લઈને જળ શુદ્ધિકરણ અને કચરા વ્યવસ્થાપન સુધી રસાયણશાસ્ત્ર ટકાઉ ભવિષ્ય માટે જરૂરી નવીન ઉકેલો પ્રદાન કરે છે. SDGsમાં ગરીબી નાબૂદી, કલાઈમેન્ટ એકશન અને આરોગ્ય સુધારણા સહિતના મુદ્દાઓના વિશાળ સ્પેક્ટ્રમનો સમાવેશ થાય છે, જે તમામ રસાયણશાસ્ત્રના યોગદાનથી લાભ મેળવે છે.
શિક્ષણ એ પ્રગતિનું કેન્દ્ર છે અને ભવિષ્યના નેતાઓ અને સમસ્યાનું નિરાકરણ કરનારાઓના મનને આકાર આપવામાં શિક્ષક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રસાયણશાસ્ત્ર પ્રત્યે રસ વધારવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકોનું સમર્પણ પ્રશંસનીય છે. આ સંમેલન યુવાનોને સકારાત્મક પરિવર્તનના એજન્ટ બનવા માટેના તેમના અથાક પ્રયાસોની ઉજવણી કરે છે.
સંશોધન એ પ્રગતિનું જીવન છે, જે આપણા વિશ્વનો સામનો કરી રહેલા જટિલ પડકારોના ઉકેલોને ઉજાગર કરે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ સંમેલન શોધ અને નવીનીકરણના નવા માર્ગોને પ્રેરણા આપવાનું વચન આપે છે.
આઉટરીચ એ સેતુ છે જે વિજ્ઞાનને સમાજ સાથે જોડે છે – ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે.બી. વદરે વ્યક્ત કર્યું હતું કે જેમ-જેમ આપણે ટકાઉ વિકાસ તરફ કામ કરીએ છીએ, તેમ આપણા સમુદાયો સાથે જોડાવા અને વાસ્તવિક દુનિયાના મુદ્દાઓને સંબોધવામાં વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાનના મહત્વને જણાવવા માટે જરૂરી છે. આ સંમેલન જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસોને મજબૂત અને વ્યાપક બનાવશે અને વૈજ્ઞાનિકોની આગામી પેઢીને પ્રેરણા આપશે.
આ સંમેલન ક્ષેત્ર અને સમાજમાં રહેલા પ્રતિષ્ઠિત પ્રોફેસરો અને સંશોધકોનું સન્માન કરશે, એટલું જ નહીં, પરંતુ યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ, સંશોધન અને આઉટરીચ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામ કરવા પ્રોત્સાહિત કરશે.
ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહૂએ તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સાયન્સ સિટી ખાતે યોજાયેલ રસાયણશાસ્ત્ર સંમેલન તમામ સહભાગીઓને વિચારોનું આદાનપ્રદાન કરવા, સહયોગ કરવા અને સામૂહિક રીતે નવી ક્ષિતિજો શોધવાની પ્રેરણા આપશે. આ ઇવેન્ટનો ઉદ્દેશ ટકાઉ ભવિષ્યની કલ્પના કરવાનો અને યુવાઓને આવતીકાલના પરિવર્તનકર્તા બનવા માટે સશક્ત કરવાનો છે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજીત નેશનલ કન્વેશન ઓફ કેમેસ્ટ્રી ટીચર્સ (NCCT 2023) એ હકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક બનશે. આ કાર્યક્રમ શિક્ષણ, સંશોધન અને આઉટરીચ પ્રવૃત્તિઓ માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જે રસાયણશાસ્ત્રને વધુ ટકાઉ અને સમાન વિશ્વ તરફ દોરી જવા માટે સશક્ત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here