Home દેશ ગાંધીનગર જિલ્લાના કલાકારો માટે કલામહાકુંભ ફોર્મ ભરવાની તારીખ ૧૧ નવેમ્બર સુધી લંબાવવામાં...

ગાંધીનગર જિલ્લાના કલાકારો માટે કલામહાકુંભ ફોર્મ ભરવાની તારીખ ૧૧ નવેમ્બર સુધી લંબાવવામાં આવી બાબત.

47
0

રાજય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસકૃત્તિક પ્રવૃ્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત કલા સંસ્કૃત્તિથી લોકો માહિતગાર થાય તે હેતુથી “કલા મહાકુંભ-૨૦૨૩-૨૪” આયોજન થનાર છે. જેનુ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૪/૧૦/૨૦૨૩ હતી. પરંતુ “કલા મહાકુંભ-૨૦૨૩-૨૪” આયોજન તારીખ લંબાવીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૪/૧૧/૨૦૨૩ રાખવામાં આવે છે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને આથી જણાવવામાં અવો છે કે કલામહાકુંભની વિગતવાર ફોર્મ નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વીંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, ગાંધીનગર ઉપરોકત જણાવેલ સ્થળ પરથી નિયત નમૂનામાં પ્રવેશપત્ર મેળવી તા.૨૪/૧૧/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો તથા કામકાજના સમયે ફોર્મ સાથે આધારકાર્ડની નકલ જમાં કરાવી જવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here