Home દેશ અનુષ્કાનો બેબી બમ્પનો ફોટો વાઈરલ

અનુષ્કાનો બેબી બમ્પનો ફોટો વાઈરલ

54
0

અનુષ્કા શર્મા પ્રેગનન્સી રુમર્સને લઇને કોઇને કોઇ ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આજ સુધી અનુષ્રાકા તેમજ ક્રિકેટર પતિ વિરાટ કોહલી તરફથી કોઇ સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે અભિનેત્રી જલદી બીજા બાળકને જન્મ આપશે. આ વચ્ચે અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરે ફેન્સ માટે અનેક ચર્ચાઓનો મુદ્દો બની છે. આ તસવીરમાં અનુષ્કા બ્લેક ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જો કે અભિનેત્રીના આ ફોટામાં એક મોટો ટ્વિસ્ટ છે. અનુષ્કાએ આજ સુધી બીજી પ્રેગનન્સીને લઇને કોઇ માહિતી શેર કરી નથી, પરંતુ હાલમાં શેર કરેલી તસવીરમાં બેબી બમ્પ જોઇ શકાય છે. અનુષ્કાનો આ ફોટો એની પહેલી પ્રેગનન્સીનો છે. આ ફોટામાં એક્ટ્રેસે એક મોબાઇલ બ્રાન્ડને પ્રમોટ કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ફોટો શેપ કરતા અનુષ્કાએ કેપ્શનમાં લખ્યુ છે કે..સમય બહુ જલદી જતો રહે છે. અહેવાલ અનુસાર અનુષ્કા ત્રણ મહિનાથી વધારે સમયથી પ્રેગનન્ટ છે અને પતિ વિરાટ કોહલીની સાથે જલદી બીજી પ્રેગનન્સીનું એલાન કરશે..
અનુષ્કા બીજી પ્રેગનન્સીને લઇને ક્યારે બોલશે એ પણ જોવાનું રહ્યું છે. કારણકે વર્ષ 2021ની જેમ આ વખતે પણ ફેન્સને જબરજસ્ત અંદાજમાં સરપ્રાઇઝ આપવા ઇચ્છે છે. માનવામાં આવી રહ્યું છે કે અનુષ્કાએ પ્રેગનન્સીને કારણે લોકોની વચ્ચે આવવાનું ઓછુ કરી દીધુ છે, પરંતુ થોડા દિવસો પહેલાં અભિનેત્રીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં પતિ વિરાટની સાથે જોવા મળી હતી. આ વિડીયો જોઇને દાવો કરવામાં આવ્યો કે અનુષ્કા પ્રેગનન્ટ છે. હિન્દુસ્તાન ટાઇમ્સે એક સૂત્રો અનુસાર દાવો કર્યો કે અનુષ્કા શર્મા બીજુ બાળક એક્સપેક્ટ કરી રહી છે. અભિનેત્રી લાસ્ટ ટાઇમની જેમ આ વખતે પણ પ્રેગનન્સીની વાત લઇને ઓફિશિયલ એનાઉસમેન્ટ કરશે. મળતી માહિતી અનુસાર અભિનેત્રી એના બીજા ટ્રાયમેસ્ટરમાં છે. આમ, આ બધી વાતની વચ્ચે ફેન્સ એ ઉત્સુક્તામાં છે કે અનુષ્કા અને પતિ વિરાટ કોહલી ક્યારે બીજી પ્રેગનન્સી વિશે સત્તાવાર રીતે માહિતી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here