Home અન્ય ગુજરાત રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ…,કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય...

ગુજરાત રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ…,કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજય સરકારના કર્મચારીઓ સહિત બોર્ડનિગમના અદાજે ૨૧,૦૦૦ થી વધુ કર્મીઓને લાભ

114
0

આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here