Home દેશ શામળાજી ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ ટ્રક કન્ટેનરની તલાશી લેતા 25 લાખ રુપિયાની...

શામળાજી ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ ટ્રક કન્ટેનરની તલાશી લેતા 25 લાખ રુપિયાની કિંમતનો દારુ ઝડપાયો

82
0

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને દારુની રેલમછેલ વધતી જઈ રહી છે. એક તરફ રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોઈ ચેકપોસ્ટ સીલ હોવા છતાં દારુની હેરાફેરી ગુજરાત તરફ થઈ રહી છે. રાજસ્થાનથી દારુનો જથ્થો મોટા પ્રમાણમાં ગુજરાતમાં તહેવારોને લઈ ઘૂસાડવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા દારુ અને નશીલા પદાર્થોને ઝડપી લેવા માટે સતર્ક છે. આવી જ રીતે શામળાજી ચેકપોસ્ટ પરથી વધુ દારુનો જથ્થો ઝડપી લેવાયો છે. શામળાજી ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ ટ્રક કન્ટેનરની તલાશી લેતામાં તેમાંથી 25 લાખ રુપિયાની કિંમતનો દારુનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. પોલીસે 445 બોક્સમાં પેક 5340 બોટલને ઝપ્ત કરી લઈને ટ્રક કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે રાજસમંદના ભીમના રહેવાસી ચાલક યમુનાપ્રસાદ રતનસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. ઉપરાંત અજમેરના હજારીસિંહ રાજપૂત સામે ગુનો દાખલ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here