બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ હતું. આ વર્ષે તેની બે બ્લોકબસ્ટર ફિલ્મો બેક ટુ બેક રિલીઝ થઈ હતી. પણ કિંગખાનનું કામ અહીં પુરુ નથી થયું. ત્યારે ફરી એકવાર શાહરુખ ખાન ફરી સિનેમાઘરોમાં ધમાલ મચાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ બોલિવુડના સુપરસ્ટાર કિંગખાનનો આજે જન્મદિવસ છે ત્યારે તે જ અવસર પર તેમની અપકમિંગ ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ થયુ છે. આ વખતે શાહરૂખ એક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મ બનાવી રહ્યા છે અને નવતર પ્રયોગના મોડમાં છે. આવું જ કંઈક આ ફિલ્મમાં પણ જોવા મળે છે. ટિઝરમાં 5 મિત્રોની સ્ટોરી બતાવવામાં આવી છે. ટીઝરની શરૂઆતમાં શાહરૂખ ખાન કેટલાક લોકો સાથે રણ વિસ્તારમાં દોડતો જોવા મળે છે. જ્યા કોઈ શૂટર તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટિઝર પરથી લાગે છે કે તેઓ છુપી રીતે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે.. ટીઝર વિશે વાત કરીએ તો, તે ખૂબ જ ટૂંકું છે અને ફિલ્મની વાર્તા વિશે વધુ જણાવતું નથી. પરંતુ ટીઝરમાં ફરી એકવાર શાહરૂખ ખાનના લુક સાથે ચેડા કરવામાં આવ્યા છે. મતલબ, તેના લૂકમાં કંઈ નવું નથી, તેના બદલે ટીઝરમાં, તે આપણને તેની જૂની ફિલ્મોના લુકની યાદ અપાવતો જોવા મળે છે જેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ફેન અને ઝીરો જેવી ફિલ્મોમાં જે રીતે શાહરુખ ખાનનો લુક બતાવવામાં આવ્યો હતો તેવો અલગ અલગ બતાવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની આ ફિલ્મ શરૂઆતમાં 22 ડિસેમ્બર, 2023ના રોજ રીલિઝ થવાની હતી પરંતુ બાદમાં તેની રીલિઝને 21 ડિસેમ્બર, 2023 પર મુલતવી રાખવામાં આવી હતી. ક્રિસમસના અવસર પર શાહરૂખ ખાન ચાહકો માટે મનોરંજનનો ઓવરડોઝ લઈને આવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત વિકી કૌશલ, બોમન ઈરાની, સતીશ શાહ અને તાપસી પન્નુ પણ જોવા મળશે.






