બારડોલીના તલાવડી વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ ક્રિકેટ મેદાન ઉપર બારડોલી નગરપાલિકા દ્વારા સરદાર કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.પ્રતિભાશાળી ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે અને બારડોલી પંથકમાંથી પણ સારા ક્રિકેટરો બહાર આવે તેવા આશયથી ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.. બારડોલીમાં નિર્માણ કરાયેલા અત્યંત આધુનિક સ્પોર્ટ સંકુલમાં ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રિકેટ મેચ બારડોલી નગરપાલિકા ઇલેવન અને બારડોલી પોલીસ ઇલેવન વચ્ચે રમાઈ હતી. ટુર્નામેન્ટમાં કુલ 39 ટીમોએ ભાગ લીધો છે.. સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવીનીબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી ભાવેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ અજીતસિંહ સુરમાં ,ચીફ ઓફિસર મિલન પલસાણા તથા વિવિધ સમિતિના ચેરમેનો, સુરત જિલ્લા અને બારડોલી નગર ભાજપ સંગઠનના હોદ્દેદારો વગેરેની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો.






