Home દેશ ટીમ ઈંડિયાના આ ખેલાડી પર ફિદા છે એક્ટર સુનીલ શેટ્ટી

ટીમ ઈંડિયાના આ ખેલાડી પર ફિદા છે એક્ટર સુનીલ શેટ્ટી

57
0

બોલીવુડના અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરીના રોજ ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્ન કરતા પહેલાં ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ત્યારે તાજેતરમાં કે એલ રાહુલના સસરા એટલે કે સુનિલ શેટ્ટીએ એક ઇવેન્ટમાં તેમના ફેવરેટ ક્રિકેટર જણાવ્યું હતું. જોકે, તેમણે પોતાના ફેવરેટ ક્રિકેટર તરીકે કે એલ રાહુલનું નામ નહોતું લીધું, જેને લઈને બધા જ આશ્ચર્યમાં મૂકાયા છે. મની કંટ્રોલની ક્રિએટર ઈકોનોમી સમિટમાં નિહારિકા એનેમ સાથે વાત કરતા સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, “આજના સમયમાં.. મારો ફેવરેટ ક્રિકેટર.. ચોક્કસથી વિરાટ કોહલી છે. આ સાંભળીને નિહારીકા આશ્ચર્ય પામી ગઈ હતી. નિહારિકાએ કહ્યું, “કે એલ, બેટર લક નેક્સ્ટ ટાઈમ.” ત્યારે સુનિલ શેટ્ટીએ જવાબ આપ્યો કે, “કે એલ મારો પુત્ર છે, તમે જાણો છો કે પરિવાર વિશે વાત કરતા નથી.” ત્યારે નિહારિકાએ પૂછ્યું, “તો અહાન શું છે?” ત્યારે સુનિલે જવાબ આપ્યો, “ફેમિલી. પરંતુ તે એક્ટર છે, ક્રિકેટર નહીં. મારો ફેવરેટ ક્રિકેટર વિરાટ કોહલી છે કારણ કે તે ચેઝિંગ માસ્ટર છે. આ પહેલી વખત છે જ્યારે તમે ઘરે હોવ અને તમને લાકે કે ‘ધક ધક’ નથી થઇ રહ્યું”… જણાવી દઈએ કે, આ અઠવાડિયાની શરૂઆતમાં સુનિલ શેટ્ટીએ સોશ્યલ મીડિયા પર તેના જમાઈ કે એલ રાહુલ સાથેની એક તસ્વીર પોસ્ટ કરી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, સસરો-જમાઈ બંને મેચિંગ બ્લેક ટી-શર્ટમાં છે, રાહુલે પણ સ્પોર્ટી બ્લેક કેપ પહેરેલી હતી. જણાવી દઈએ કે, તસ્વીરમાં ખૂબ જ ભાવુક ક્ષણ કેદ થઇ છે, બંને એ પોઝ આપતી વખતે એકબીજાને ભેટી પડેલા જોઈ શકાય છે. અભિનેતાએ પોસ્ટ માટે કેપ્શન ન લખ્યું હોવા છતાં, તેણે તેના જમાઈ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે બ્લેક હાર્ટ ઇમોજી રાખ્યું હતું. સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં સુનિલ શેટ્ટીએ એકવાર તેના જમાઈ સાથે વર્કઆઉટ અને જેમિંગ કરવા વિશે વાત કરી હતી. સુનિલે કહ્યું હતું કે, “હું અહાન અને રાહુલ સાથે તેમની ખૂબ નજીકથી ટ્રેઇનિંગને સમજવા માટે ટ્રેઇનિંગ લઉં છું, કારણ કે તે એકદમ અલગ છે. એથ્લિટ્સ સાવ અલગ સ્તરે જ તાલીમ લે છે. અમે એક્ટર્સ અમારા શરીરને સુંદર બનાવવા માટે ટ્રેઇનિંગ લઈએ છીએ, પરંતુ તેઓ તેને અલગ જ સ્તર પર લઈ જવાનો પ્રયાસ કરે છે. તેની ફિલ્ડિંગ, બેટિંગ અને સ્પીડ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેની પાસેથી શીખવું એ મારો સૌથી મોટો પાઠ છે.” જણાવી દઈએ કે, આગામી સમયમાં સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે હેરાફેરી ફ્રેન્ચાઇઝીમાં જોવા મળશે. અગાઉ લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી આ ફિલ્મમાં અક્ષય કુમારના સ્થાને કાર્તિક આર્યન જોવા મળશે તેવી અફવાઓ અને અટકળો અંગે ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે હવે આ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here