Home દેશ સુરતના પાલ વિસ્તારમાં ભાજપના એક નેતાના પુત્રએ ફાયરિંગ કર્યું , લેબર કોન્ટ્રાકટર...

સુરતના પાલ વિસ્તારમાં ભાજપના એક નેતાના પુત્રએ ફાયરિંગ કર્યું , લેબર કોન્ટ્રાકટર પર મિસ ફાયરિંગ થતાં મોટી જાનહાની ટળી

90
0

ગુજરાતમાં હવે જાણે પોલીસનો ડર દિવસેને દિવસે સાવ ખતમ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. જ્યાં ભાજપના એક નેતાના પુત્રએ ફાયરિંગ કર્યું છે. સુરતના પાલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. લેબર કોન્ટ્રાકટર પર ફાયરિંગ બનાવ સામે આવ્યો છે. સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયા દ્વારા ફાયરિંગ કરાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. જો કે મિસ ફાયરિંગ થતાં દુર્ઘટના ટળી છે. લેબર કોન્ટ્રાકટર અલ્પેશ ભાંભોર પર મિસ ફાયરિંગ થતાં મોટી જાનહાની ટળી છે. જો કે મોડી રાત્રે પોલીસે સમગ્ર બનાવમાં કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ ફાયરિંગ કર્યું છે. ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ પર ઘટના બની છે. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મૂકી આવ્યો હતો. જ્યાં હાલ ચાલી રહેલ બાંધકામ સાઇટ પર કામ બાકી હોવાથી બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ અન્ય સાઈટ પરથી લેબરોને લઈ ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર બિલ્ડર પુત્ર તમામને લઈ આવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટરના નેજા હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું.આ ઘટના બાદ પાલ પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે બિલ્ડર પુત્રની ધરપકડ કરી પોલીસ મથકે લઈ આવી છે. હાલ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here