Home દેશ દેશને આત્મનિર્ભર બનાવવામાં યુવાનોનું મહત્વનું યોગદાન: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, સરદારકૃષિનગર...

દેશને આત્મનિર્ભર બનાવવામાં યુવાનોનું મહત્વનું યોગદાન: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વર્તમાન સમયમાં સ્વાવલંબનની આવશ્યકતા” વિષયે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

56
0

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “વર્તમાન સમયમાં સ્વાવલંબનની આવશ્યકતા” વિષયે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે વર્ચ્યુઅલી વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, દેશને આત્મનિર્ભર બનાવવામાં યુવાનોનું મહત્વનું યોગદાન રહેલું છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આજે દેશ વિવિધ ક્ષેત્રે નવા નવા આયામો સિદ્ધ કરી રહ્યો છે. વિવિધ મશીનરીઓનું ઉત્પાદન, સોફ્ટવેર ડેવલપમેન્‍ટ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઉત્પાદન, કૃષિ સંલગ્ન સાધનોનું ઉત્પાદન તથા કૃષિ પેદાશો વગેરે અનેક ક્ષેત્રોમાં દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જે પ્રસંશનીય બાબત છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કેન્‍દ્ર તથા રાજ્ય સરકાર તરફથી વિવિધ યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શનથી દેશમાં સ્વરોજગારીની મહત્તમ તકોનું સર્જન થયું છે.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણે યુનિવર્સિટીમાં સ્વાવલંબન ક્ષેત્રે કરવામાં આવેલ કામગીરીની ઝાંખી આપી હતી અને યુવાનોને વડાપ્રધાનશ્રીનું ‘આત્મનિર્ભર ભારત’નું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મુખ્ય વક્તા શ્રી કશ્મીરી લાલ જીએ કહ્યું કે, ભારતે પોતાનું ચંદ્રયાન સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતારીને વિશ્વને પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન ભારત પાસે છે. ભારતના યુવાઓ નોકરી મેળવવા કરતા નોકરી આપનાર બનશે તો આવનારા સમયમાં દેશને વિશ્વની મહાસત્તા બનતા કોઇ રોકી શકશે નહી.
આ પ્રસંગે યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. સી.એમ. મુરલીધરને સ્વાગત પ્રવચન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિધાર્થીઓ કે જેઓ હાલમાં પોતાનો કૃષિ વ્યવસાય કરી રહ્યા છે તેઓનું સન્‍માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચના પ્રદેશ સંગઠક શ્રી મનોહરલાલ અગ્રવાલ, યુનિવર્સિટીના આચાર્યશ્રીઓ, અધિકારીઓ-કર્મચારીશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here