Home દેશ સુરતમાં બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યૂબ મળી આવતા ખળભળાટ, ટ્યૂબના સેવનથી દારૂ...

સુરતમાં બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યૂબ મળી આવતા ખળભળાટ, ટ્યૂબના સેવનથી દારૂ કરતાં પણ વધુ નશો ચડે છે

51
0

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યૂબ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકો સ્કૂલ બેગમાં પુસ્તકોની સાથે નશાનો સામાન રાખતા હતા. વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકની બેગમાં નાખીને નશો કરતા હતા. તમને જણાવી દઈએ કે ટ્યૂબના સેવનથી દારૂ કરતાં પણ વધુ નશો ચડે છે. સુરતમાં ટાયર સોલ્યુશનની ટ્યુબથી નશો કરવાના રવાડે બાળકો ચડી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. બાળકોની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યુબ મળી આવી અને ખુલાસો થયો કે, આ બાળકો પ્લાસ્ટિકની બેગમાં સોલ્યુશન નાંખી નશો કરતા હતા અને તેને સેવનથી દારૂ કરતા પણ વધારે નશો ચડે છે. આ વાતનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સોસાયટીના વ્યક્તિએ તેમની સ્કૂલબેગ ચેક કરી. તેમાંથી સોલ્યુશનની ટ્યુબ અને પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી. આ વાત આઘાતજનક અને ચેતવણીરૂપ એટલા માટે છે કે, આ તમામ વિદ્યાર્થીઓ ટીનેજર છે અને અભ્યાસ કરવાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડી રહ્યા છે. જો આ ખુલાસો અત્યારે ન થયો હોત તો, વિદ્યાર્થીઓ હજુ પણ આ નશો કરતા હોત. આ કિસ્સો તમામ વાલીઓ માટે આંખ ઉઘાડનારો છે. આ કિસ્સો એ સબક આપી રહ્યો છે કે, વાલીઓએ તેમના સંતાન પર ધ્યાન આપવાની જરૂર છે. નહીં તો તેમને નશાના રવાડે ચડતા વાર નહીં લાગે. પાંડેસરામાં વિદ્યાર્થી સ્કૂલ બેગમાં ટાયર સોલ્યુશન ડ્યુબ મળી આવવાનો મામલો સામે આવ્યો હતો. વિદ્યાર્થીઓના સ્કૂલ બેગમાં પુસ્તકોની સાથે નશાકારક પદાર્થ મળી આવે છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાંડેસરમાં વધુ પ્રમાણમાં શાળાએ જતા બાળકો નશાના રવાડે ચઢી રહ્યા છે. વિદ્યાર્થીઓ ટ્યુબ પ્લાસ્ટિકની થેળીમાં નાખી નશો કરી રહ્યા છે. સોસાયટીના વ્યક્તિએ સ્કૂલ બેગ ચેક કરતા ટ્યુબ, પાલસ્ટિક થેલી મળી આવી હતી. આ ટ્યુબના સેવનથી દારૂ કરતા પણ વધુ નશો ચઢે છે. અભ્યાસ કરવાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે ચઢી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here