Home દેશ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા સજ્જડ બંધ, મનસુખ વસાવાએ કહ્યું, ભાજપના જ...

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા સજ્જડ બંધ, મનસુખ વસાવાએ કહ્યું, ભાજપના જ કાર્યકરોએ ચૈતર વસાવાને સમર્થન કર્યું

47
0

ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે. અત્યારથી જ ગુજરાતમાં લોકસભાની જંગ શરૂ થઈ ગઈ છે. MLA ચૈતર વસાવા સામે ફરિયાદ થતા તેમના સમર્થકોએ બંધનું એલાન આપ્યું હતું. ત્યારે આજે આખું ડેડીયાપાડા સજ્જડ બંધ જોવા મળ્યું છે. જે આડકતરી રીતે સાબિત કરે છે કે, ડેડીયાપાડાના લોકો ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યાં છે. તો બીજી તરફ, ભાજપના દિગ્ગજ નેતાના વળતા પાણી જોવા મળ્યાં છે. મનસુખ વસાવાની અપીલ બાદ પણ વેપારીઓએ દુકાનો ખોલી નથી, અને બંધ પાળ્યો છે. જે બતાવે છે કે, મનસુખ વસાવાનો જાદુ ઓસરી રહ્યો છે. યુવા નેતા દિગ્ગજ નેતાને રાજકારણમાં હંફાવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી આક્ષેપ લગાવી ચૂક્યા છે કે, ચૈતર વસાવા લોકસભા લડવા માટે અમારા મજબૂત આગેવાન છે. AAP ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવા ગંભીરતા વિચારણા કરી રહ્યું છે. ચૈતર વસાવા ચૂંટણી ના લડે એવા પ્રયત્નો ભાજપ કરી રહ્યું છે. વસાવાને યેનકેન દબાવી ભાજપમાં લઇ જવા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતું અમે INDIA ગઠબંધન હેઠળ જ ગુજરાતમાં ચૂંટણી લડીશું. ખુદ ભાજપના નેતા મનસુખ વસાવાએ જ સ્વીકાર્યું કે, ચૈતર વસાવાને ભાજપમાં આવવાના અભરખા તો છે જ અને અમારા નેતાઓ તેને ભાજપમાં લેવા તૈયાર છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં શાંતિપૂર્ણ રીતે બંધ પાળવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના MLA અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધની એફઆરઆઈના વિરોધમાં બંધનું એલાન કરાયુ હતું. ત્યારે આદિવાસીઓ દ્વારા આપવામાં આવેલ બંધને કારણે હાલ ડેડીયાપાડામાં શાંતિપૂર્ણ બંધ જોવા મળ્યો. અનિચ્છિય ઘટના ન સર્જાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વેપારીઓ જોડાયા છે. વહેલી સવારથી જ ડેડીયાપાડા સજજડ બંધ છે. અનેક દુકાનો પર ખંભાતી તાળા લટકાવાયા છે. તો બીજી તરફ, ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા બંધ રહેતા મનસુખ વસાવાએ દેડીયાપાડા ગામમાં ફરી વેપારીઓને દુકાનો ખોલવા કહ્યુ હતું. સાથે જ તેઓએ વેપારીઓને આશ્વાશન આપ્યું કે, દુકાનો ખુલ્લી રાખો પોલીસ તમારી સાથે છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડા બજાર સજ્જડ બંધ બાબતે નિવેદન આપ્યું કે, ભાજપના જ કાર્યકરોએ ચૈતર વસાવાને સમર્થન કર્યું છે. જેથી ડેડીયાપાડા સજ્જડ બંધ છે. ચૈતર વસાવાએ પેહલા પણ આવી રીતે અધિકારીઓ સાથે ઝઘડો કર્યો હતો. વન વિભાગ સાથેની ઘટનામાં જો ચૈતર વસાવા નિર્દોષ હોય તો સામે આવી જવું જોઈએ, એ ભાગતો કેમ ફરે છે. ચૈતર વસાવાને ભાજપમાં આવવાના અભરખા તો છે જ અને અમારા નેતાઓ તેને ભાજપમાં લેવા તૈયાર છે. આ ઉપરાંત મનસુખ વસાવાએ કહ્યું કે વેપારીઓ મને મળ્યા છે. વેપારીઓએ કહ્યું કે ભાજપના જ નેતાઓ ચૈતર વસાવા સાથે જોડાયેલા છે, એટલે બજાર સજ્જડ બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here