Home દેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે છે આ ચોકાવનારો રેકોર્ડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે છે આ ચોકાવનારો રેકોર્ડ

48
0

5 નવેમ્બરે વિરાટ કોહલી પોતાનો 35મો જન્મ દિવસ ઉજવ્યો. એક ખાસ રેકોર્ડનો સમાવેશ છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટિંગમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે, પરંતુ તેનો રેકોર્ડ તેની બોલિંગ સાથે જોડાયેલો છે. આ રેકોર્ડ તેણે ઈંગ્લેન્ડ સામે T20માં બનાવ્યો હતો અને ખાસ વાત એ છે કે આ રેકોર્ડ આજે પણ તૂટયો નથી. વિરાટ કોહલીના T20 ઈન્ટરનેશનલ રેકોર્ડ પર નજર કરશો તો જણાશે કે તેના બેટિંગમાં શાનદાર આંકડા છે, પરંતુ બોલિંગમાં તેણે એક પણ ઓવર કે એક પણ બોલ ફેંક્યો નથી, છતાં વિરાટના નામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વિકેટ બતાવે છે. વિરાટની આ વિકેટ પાછળની કહાની ખૂબ જ અતરંગી છે… વર્ષ 2011માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સીરિઝમાં એક મેચમાં વિરાટ કોહલી બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે ક્રિઝ પર બેટિંગ કરી રહેલ કેવિન પીટરસનને બોલ ફેંક્યો હતો, જે વાઈડ બોલ હતો. જોકે આ વાઈડ બોલને ધોનીએ વિકેટ પાછળથી કેચ કરી કેવિન પીટરસનને સ્ટમ્પ આઉટ કર્યો હતો વાઈડ બોલ હોવા છતાં કોહલીને વિકેટ મળી હતી. MS ધોનીએ કેવિન પીટરસનને સ્ટમ્પ કરીને વાઈડ બોલ પર વિકેટ લીધી હતી. પુરૂષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી હજુ પણ એકમાત્ર એવો ખેલાડી છે જેણે તેના 0મા બોલ છતાં વિકેટ મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here