Home દેશ કોલકાતા પોલીસની BCCIને નોટિસ : ટિકિટની કાળાબજારી અંગેના દસ્તાવેજો જમા કરાવા આદેશ

કોલકાતા પોલીસની BCCIને નોટિસ : ટિકિટની કાળાબજારી અંગેના દસ્તાવેજો જમા કરાવા આદેશ

94
0

કોલકાતા પોલીસે શનિવારે સાંજે BCCIને નોટિસ જાહેર કરીને BCCI પ્રમુખને ટિકિટોના બ્લેક માર્કેટિંગના મામલામાં ટિકિટના વેચાણ અંગે માહિતી માંગી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રવિવારે રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની ટિકિટના બ્લેક માર્કેટિંગના મામલે કોલકાતા પોલીસે BCCI પ્રમુખ રોજર બિન્નીને નોટિસ પાઠવી ટિકિટના વેચાણ અંગે માહિતી માંગી છે.. BCCI પ્રમુખને મેદાન પોલીસ સ્ટેશનના અધિકારીને દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ આપતા શનિવારે સાંજે નોટિસ જાહેર કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું, ‘BCCI પ્રમુખને નોટિસ મોકલવામાં આવી હતી. ટિકિટના કાળાબજાર અંગે, તેમને ટિકિટના વેચાણના તમામ દસ્તાવેજો પોતે અથવા તેમના એક અધિકારી દ્વારા મંગળવારે સબમિટ કરવાનું કહેવામાં આવ્યુ હતુ. ટિકિટના કાળાબજાર મામલે પોલીસે અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે. આ સાથે આરોપીઓ પાસેથી 108 ટિકિટ પણ જપ્ત કરી છે. આ ઉપરાંત ટિકિટના કાળાબજાર અંગે 7 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here