દાહોદના ગરબાડા વિસ્તારમાં માતાની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ગરબાડામાં નિષ્ઠુર માતાએ પોતાના વ્હાલસોયાને તરછોડ્યો હોવાની ઘટના સામે આવી છે. ગરબાડા જંગલ વિસ્તારમાં પોતાના નવજાત બાળકને તરછોડી કળયુગી માતા ફરાર થઇ ગઇ છે. સ્થાનિકોએ બાળકના રડવાનો અવાજ સાંભળતા પોલીસ અને 108ની ટીમને ફોન કર્યો હતો. જેથી પોલીસ અને 108 તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા અને બાળકનો કબજો લઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા છે. હાલ બાળકની તબિયત સ્વસ્થ છે. પોલીસે નવજાત બાળકને તરછોડનાર માતાની શોધખોળ શરૂ કરી છે.






