આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મેયરશ્રી હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને પંડિત દિનદયાળ ભવન, ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મળી. જેમાં ગાંધીનગરમાં વિકાસના કાર્યો, કર્મચારીઓની ભરતી- બઢતીના નિયમોની મંજૂરી સહિતના વિવિધ કામોને સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવ્યા.
આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે આ કાર્યોથી કચેરીના કામમાં ઝડપ અને નાગરિકોની સુવિધા તેમજ સુખાકારીમાં વધારો થશે.





