Home દેશ 8 નવેમ્બરે ભારતીય શેરબજારમાં સારા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંક લીલા નિશાને...

8 નવેમ્બરે ભારતીય શેરબજારમાં સારા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંક લીલા નિશાને ખુલ્યા

60
0

શેરબજારમાં ગઈકાલ તારીખ 7 નવેમ્બર 2023 ના ફ્લેટ ક્લોઝિંગ બાદ આજે 8 નવેમ્બર બુધવારે ઉછાળો જોવા મળવાની આશા વચ્ચે ફ્લેટ કારોબાર દેખાઈ રહ્યો છે. સારા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંક લીલા નિશાનમાં ખુલ્યા પણ વધુ તેજી આગળ વધી નહીં.. ભારતીય શેરબજારમાં Opening Bell પછીની સ્થિતિ અનુસાર, ભારતીય શેરબજારમાં શરૂઆતની બેલ(Opening Bell) ૮ નવેમ્બરના રોજ સવારે લગભગ ૦૯:૧૭ની સમયમર્યાદામાં સેન્સેક્સ ૬૫,૧૦૧.૯૫ , +૧૫૯.૫૫ – ૦.૨૫ ટકાની સ્થિતિ પર અને નિફ્ટી ૧૯,૪૪૯.૬૦ , +૪૨.૯૦ – ૦.૨૨ ટકાની સ્થિતિ પર નોંધાઈ હતી. આજે ગિફ્ટ નિફ્ટી થોડી મજબૂતાઈ સાથે 19500 ની નજીક પહોંચી ગયો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. આ પહેલા મંગળવારે BSE સેન્સેક્સ 16 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 64,942 પર બંધ થયો હતો.. ભારતીય સૂચકાંકોમાં આજે 8 નવેમ્બરે 19,450ની આસપાસ નિફ્ટી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યા હતા.શરૂઆતી કારોબારમાં 1558 શેર વધ્યા જયારે 415 શેર ઘટ્યા અને 116 શેર યથાવત રહ્યા હતા. બીપીસીએલ , અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, યુપીએ અને સિપ્લા નિફ્ટીમાં મોટા ઉછાળાસાથે જોવા મળ્યા હતા જ્યારે એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, હિન્ડાલ્કો અને ઈન્ફોસિસના રોકાણકારોને નુકસાન થયું હતું. બજારમાં સૌથી વધુ ખરીદી ફાર્મા અને ઓટો શેરોમાં થઈ રહી છે જ્યારે બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે.
ડિસ્ક્લેમર: અહેવાલમાં આપેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો આ એકમાત્ર પ્રયાસ છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે, આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here