Home દેશ ACBએ છટકું ગોઠવી માંડવી નગરપાલિકા કચેરીના હેડકલાર્ક અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ...

ACBએ છટકું ગોઠવી માંડવી નગરપાલિકા કચેરીના હેડકલાર્ક અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા

49
0

કચ્છની માંડવી નગરપાલિકા કચેરીમાંથી બે લાંચિયા અધિકારી ઝડપાયા છે. માંડવી પાલિકાનો હેડક્લાર્ક અને પટાવળો લાંચ લેતાં ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. ACBએ બન્નેને રૂ.2.25 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. હેડક્લાર્ક કાનજી બચુ મહેશ્વરી અને પટાવાળો વ્રજેશ મહેશ્વરી ઝડપાયો છે. કોન્ટ્રાક્ટના કામના 90 લાખનો ચેક આપવા માટે લાંચ માગી હતી. રૂપિયા 90 લાખના બિલ પાસ કરી ચેક આપવા માટે હેડકલાર્ક કાનજી મહેશ્વરી દ્વારા સવા બે લાખની લાંચ માગવામાં આવી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી ACBને ફરિયાદ કરી હતી. તેથી ACBએ છટકું ગોઠવીને હેડકલાર્ક અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here