Home અન્ય PM Modiની માતા હીરા બાનું નિધન, વડાપ્રધાને ટ્વિટ કરીને આપી માહિતિ

PM Modiની માતા હીરા બાનું નિધન, વડાપ્રધાને ટ્વિટ કરીને આપી માહિતિ

99
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીનું નિધન થયું છે. વડાપ્રધાને ખુદ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. જણાવવું રહ્યું કે બુધવારે વહેલી સવારે તેમની છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ યુ.એન. મહેતામાં એડમિટ કરવામાં આવ્યા હતા. મળતી માહિતિ પ્રમાણે હીરાબા મોદી આજે વહેલી સવારે 3.30 વાગે સારવાર દરમિયાન દેવલોક પામ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ સાબિત થયો છે. તેમની માતા હીરાબેન (PM મોદી માતા હીરાબેન મૃત્યુ)નું અવસાન થયું છે. આ વર્ષે જૂનમાં તેણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા હોસ્પિટલે હેલ્થ બુલેટિન જારી કરીને કહ્યું હતું કે તેમની હાલત સ્થિર છે. બધા જલ્દી સાજા થાય એવી પ્રાર્થના કરી રહ્યા હતા, પણ પ્રાર્થના કામ ન લાગી અને હીરાબેન બધાને છોડીને ચાલ્યા ગયા. પીએમ મોદીને તેમની સાથે ઘણો સ્નેહ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here