Home દેશ અંજારમાં ટીમ્બર વેપારીના 19 વર્ષીય પુત્રનું અપહરણ, આરોપીઓએ પરિવારને અજાણ્યા નંબરથી ફોન...

અંજારમાં ટીમ્બર વેપારીના 19 વર્ષીય પુત્રનું અપહરણ, આરોપીઓએ પરિવારને અજાણ્યા નંબરથી ફોન કરીને સવા કરોડ રૂપિયાની માંગ કરી

42
0

કચ્છના અંજારમાં ટીમ્બર વેપારીના 19 વર્ષીય પુત્રનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. પુત્ર કોલેજ જવા ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પરત ન ફર્યો હતો. જે બાદ વેપારીને અજાણ્યા શખ્સોએ ખંડણી માટે ફોન કર્યો હતો. ત્યારે અપહરણ થયાની જાણ થતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અપહ્યત યુવકનું નામ યશ સંજીવકુમાર તોમર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ પરિવારને અજાણ્યા નંબરથી ફોન કરીને સવા કરોડ રૂપિયાની માંગ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે CCTV અને જે નંબરથી ફોન આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસ બાદ જ વધુ ખુલાસો સામે આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here