Home દેશ અમદાવાદનાં ખાડીયા વિસ્તારમાં ભાજપના કાર્યકરની હત્યા કરનારો ફરાર આરોપી મોન્ટુ ઝડપાયો

અમદાવાદનાં ખાડીયા વિસ્તારમાં ભાજપના કાર્યકરની હત્યા કરનારો ફરાર આરોપી મોન્ટુ ઝડપાયો

57
0

અમદાવાદ શહેરમાં ખાડીયા વિસ્તારમાં ભાજપના કાર્યકરની હત્યા કરનારો આરોપી જામીન પર છૂટીને ફરાર થઈ ગયો હતો. આરોપી મોન્ટુ નામદાર નડીયાદની જેલમાં બંધ હતો. આ દરમિયાન મોન્ટુએ ગત જુલાઈ માસમાં જામીન મેળવી હતી. જે જામીન મેળવ્યા બાદ તે પરત હાજર થયો નહોતો. 14 દિવસના જામીન મેળવ્યા હતા અને જે જામીન મેળવી તે ફરાર થઈ ગયો હતો. જેને લઈ તેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. સાયબર ક્રાઈમ દ્વારા નાથદ્વારા ઉદયપુર હાઈવે પરથી મોન્ટુને ઝડપી લીધો હતો. એસીપી જીતેન્દ્ર યાદવે મીડિયાને બતાવ્યુ હતુ કે, આરોપી મોન્ટુ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળતો હતો. તે જે સીમકાર્ડ મેળવતો એ પણ માંડ બે ત્રણ દિવસ પૂરતુ જ મેળવતો હતો. આમ તે પોલીસના સકંજામા ફરી પહોંચવાથી ટાળવા માટે સતત કારમાં ફરતો રહેતો હતો. પરંતુ સાયબર ક્રાઈમ અમદાવાદની ટીમે તેને ઝડપી લઈને ફરીથી જેલમાં મોકલી આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here