Home ગુજરાત અમદાવાદમાં ચાલુ ગાડીએ યુવકે ફટાકડા ફેંકતા યુવતી દાઝી ગઈ

અમદાવાદમાં ચાલુ ગાડીએ યુવકે ફટાકડા ફેંકતા યુવતી દાઝી ગઈ

87
0

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે આ વીડિયો વસ્ત્રાલનો હોવાની ચર્ચા છે. ચાલુ ગાડીમાંથી રોડ ઉપર ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. ફટાકડાના કારણે એક યુવતીને ઈજાઓ થઈ હતી. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે જાણવા જાેગ દાખલ કરી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે કારમાં સવાર શખ્સો સગીર હોવાની ચર્ચા છે. ધો.૧૦ની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે આ ઉજવણી કરાઈ હોવાની ચર્ચા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાંક સ્ટંટબાજ યુવકોના કારણે એક યુવતી ગંભીર રીતે દાઝી ગઇ છે. કેટલાક યુવકોએ જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડી સ્ટંટ કર્યા હતા. ચાલુ કારમાંથી રોડ ઉપર ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. જેમાં એક ફટાકડો પાછળ આવતી યુવતી પર જઇને ફૂટ્યો હતો. ફટાકડાના કારણે યુવતીને હાથ અને પેટના ભાગે દાજી જવાથી ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે. વીડિયો વસ્ત્રાલનો હોવાની ચર્ચા છે. પંદર દિવસ પહેલાની ઘટનામાં પોલીસમાં જાણવા જાેગ દાખલ કરાઇ છે. પોલીસ કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે, પણ કાર્યવાહી આગળ વધી ન હોવાની વાત યુવતીના પિતાએ કરી છે. કારમાં સવાર યુવકો સગીર હોવાની ચર્ચા છે. ધો.૧૦ની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે આ ઉજવણીમાં સ્ટંટ કર્યા હોવાનું સામે આવ્યું છે. એક ફટાકડો પાછળ આવતી યુવતી પર જઇને ફૂટ્યો હતો. ફટાકડાના કારણે યુવતીને હાથ અને પેટના ભાગે દાજી જવાથી ઇજા પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here