જીવન ગતિશીલતાનું નામ છે, પરંતુ લોકોની આકાંક્ષાઓ, જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ વધુ જરૂરી છે. ઉંમર અને પરિસ્થિતિઓ સાથે લોકો પોતાના જીવનની મહત્વપૂર્ણ જરૂરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે અને તે મુજબ આગળ ચાલે છે. તાજેતરમાં મનીવાઈઝ ડોટ કોમમાં એક રિપોર્ટ પબ્લિશ થયો હતો, તે મુજબ અમેરિકાના યુવા વ્યાવસાયિકો કેલિફોર્નિયા અને ન્યૂયોર્ક છોડીને દેશના અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે… જાન્યુઆરીમાં પ્રકાશિત નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સના (એનએઆર) ડેટા મુજબ વર્ષ 2022 માં કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાંથી ક્રમશ: 3,43,230 અને 2,99,557 લોકો સ્થળાંતરિત થયા હતા. મુખ્ય કારણ જણાવીએ, આ સ્થળાંતર પાછળનું કારણ કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં રહેવાની અત્યંત ઊંચી કિંમત છે. તેની પાછળનું અન્ય એક કારણ એ છે કે લોકો તેમના ઘરની બહાર અથવા તેની નજીક આસપાસ કામ કરવાનું પસંદ કરે છે… જનગણના બ્યુરો અને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના 2022ના વિશ્લેષણ મુજબ 80% યુવા પુખ્ત વયના લોકો જ્યાં મોટા થયા છે ત્યાંથી ઓછામાં ઓછા 100 માઈલના અંતરે રહી રહ્યા છે. જાન્યુઆરીમાં પ્રકાશિત નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સના (એનએઆર) 2022ના ડેટા મુજબ 2,30,961 લોકોએ રાજ્યને તેમનું નવું ઘર બનાવ્યું છે. આની પાછળ રાજ્યમાં ઈન્કમટેક્સમાં થયેલા મોટા ઘટાડાએ લોકોને સૌથી મોટા સ્તર પર આકર્ષિત કર્યા હતા…
ફ્લોરિડા- અમેરિકન રાજ્ય ફ્લોરિડામાં લોકો પર ટેક્સનો બોજ દેશમાં સૌથી ઓછો છે. એનએઆર મુજબ આ રાજ્યમાં વર્ષ 2022માં સૌથી વધુ 3,18,855 લોકોએ સ્થળાંતર કર્યું છે. સ્માર્ટ એસેટ મુજબ રાજ્યમાં 3,400 અમીર યુવા વ્યાવસાયિકો આવ્યા હતા..
કોલોરાડો – નોકરીની ઉત્તમ તકો, સરસ હવામાન અને આઉટડોર પ્રવૃત્તિઓ માટેના અદ્ભુત વિકલ્પો રાજ્ય માટે પ્લસ પોઈન્ટ છે. સ્માર્ટ એસેટના અભ્યાસ મુજબ 2,641 કોલોરાડોમાં યુવા વ્યાવસાયિકો આવ્યા હતા.






